અન્ય ત્રણને ઇજા: જોડિયા નજીક ખીરી પાસે મહિલા કાર ચાલકે રાહદારી પરપ્રાંતીય યુવકને કચડી નાખતાં કરુણ મૃત્યુ: ખંભાળીયા ધોરી માર્ગ પર મોટી ખાવડી નજીક ટ્રક-ટેન્કર અને બાઇક વચ્ચેની ટક્કરમાં બાઈક ચાલક યુવાનનું મૃત્યુ
જામનગર તા ૧૧, જામનગર જિલ્લાના લાલપુર- જોડિયા અને હાપા સહિત જુદા જુદા ચાર વિસ્તારોમાં અકસ્માતો ની હારમાળા સર્જાઈ છે. ખીરી ગામ પાસે કાર ચાલક મહિલાએ રાહદારી પર પ્રાંતિય યુવાનને કચડી નાખતાં મૃત્યુ નિપજ્યું છે, જ્યારે મોટી ખાવડી નજીક ટ્રક-ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનો ભોગ લેવાયો છે. આ ઉપરાંત અન્ય બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ઘાયલ થઈ છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જોડિયા નજીક ખીરી ગામ પાસે બન્યો હતો ત્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા મદનભાઈ મહંતો નામના ૪૬ વર્ષના પરપ્રાંતીય યુવાનને કચડી નાખતાં ગંભીર ઇજા થવાથી તેનું કરુણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવ મામલે નિર્મલભાઇ મોન્ટુભાઈ માંઝીએ જોડીયા પોલીસ મથકમાં જી.જે.-૧૦ ડી.એ. ૮૦૩૫ નંબરની કારની મહિલા ચાલક જયશ્રીબેન પટેલ સામે ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે અકસ્માત મૃત્યુ અંગે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
ગોજારા અકસ્માત નો બીજો બનાવ જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બન્યો હતો. જ્યાં મોટી ખાવડી નજીક પુરપાટ ઝડપે આવી રહેલા જીજે-૧૧ વી.વી. ૭૩૩૭ નંબરના ટ્રક-ટેન્કર ચાલકે એક અજ્ઞાત યુવાનને હડફેટમાં લઈ કચડી નાખતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ તે ભાગી છૂટ્યો હતો.
આ અકસ્માતના બનાવ અંગે જોગીદાસ હાજાણી નામના હોટલ સંચાલકે ટ્રક ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં મેઘપર પોલીસે ઘટના સ્થળે દોડી આવી, આશરે ૪૦ વર્ષની વયના અજાણ્યા યૂવકના મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને ફરાર થઈ ગયેલા ટ્રક-ટેન્કર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
અકસ્માત નો ત્રીજો બનાવ લાલપુર નજીક ઝાખર ગામના પાટીયા પાસે બન્યો હતો. જ્યાં જી.જે. ૩૭ -બી ૭૩૦૬ નંબરની ઇકો કારના ચાલકે જીજે -૧૦ સી.આર. ૩૫૮૮ નંબરના મોટરસાયકલને હડફેટમાં લઈ લેતાં બાઈક ચાલક છત્રપાલસિંહ પ્રભાતસિંહ રાણા તેમજ પાછળ બેઠેલા દેવાંગ નામના યુવાનને નાની મોટી ઈજા થવાથી બંનેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ઇકો કારના ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતનો ચોથો બનાવ હાપા નજીક સાંઢિયા પૂલ પાસે બન્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા ડી.ડી.-૩ કે ૦૬૬૯ નંબરના ફોરવીલ ના ચાલકે જી.જે.-૧૦ સી.બી. ૩૩૪૨ નંબરના બાઈકની ઠોકરે ચડાવતાં તેના ચાલક કેવલભાઈ રમણીકભાઈ મહેતા (ઉંમર વર્ષ ૩૪) ને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજા થઈ હતી, જે મામલે પોલીસે ફોરવીલ ચાલક સામે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech