જાણો નિષ્ણાતો કઈ કઈ વસ્તુઓમાં મીઠું નાખીને ખાવાની ના પાડે છે

  • April 07, 2025 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીઠા વગર ખોરાક સાવ ફીકો લાગે છે. મીઠું ફક્ત ખોરાકનો સ્વાદ જ નથી વધારતું પણ શરીરમાં આયોડિનની ઉણપને પણ અટકાવે છે. કેટલાક લોકોને વધુ પડતું મીઠું ખાવાની આદત હોય છે પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જેમ પોષક તત્વોની ઉણપ સ્વાસ્થ્યને અસર કરે છે, તેમ શરીરમાં તેમની વધેલી માત્રા પણ અસર કરે છે.


ડાયેટિશિયન કહે છે કે લોકોને સ્વાદના ચસકા માટે દરેક વસ્તુમાં ઉપરથી મીઠું ઉમેરવાનું પસંદ હોય છે અથવા ટેવ પડી ગઈ હોય છે આવું કહી શકાય. નિષ્ણાતો કહે છે કે કેટલીક વસ્તુઓમાં મીઠું નાખીને ન ખાવું જોઈએ. તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે છે.


ફ્રુટ જ્યુસ

લોકો ઘણીવાર શેરડી અને નારંગીના રસમાં મીઠું નાખીને પીવાનું પસંદ કરે છે પરંતુ રસમાં મીઠું ઉમેરીને પીવાથી તેના પોષક તત્વો મળતા નથી. રસમાં મીઠું નાખીને પીવાથી શરીરમાં મીઠાનું પ્રમાણ વધે છે. નિષ્ણાતો કહે છે કે ખાસ કરીને ફળોના રસમાં મીઠું નાખીને ન પીવું જોઈએ.


ફ્રૂટ ચાટ


નિષ્ણાતો કહે છે કે ફ્રૂટ ચાટમાં મીઠું નાખીને ન ખાવું જોઈએ. જો ફળો પર મીઠું છાંટીને ખાઓ છો તો પાણી જમા થવાની સમસ્યા થઈ શકે છે. આનાથી શરીરમાં બળતરા થઈ શકે છે. આ ખાવાથી બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, કોઈપણ ફળ પર મીઠું છાંટીને ન ખાઓ.


સલાડ


ઘણા લોકો સલાડમાં મીઠું નાખીને ખાવાનું પસંદ કરે છે પરંતુ આનાથી શરીરમાં સોડિયમનું લેવલ વધી શકે છે. સલાડ ખાવાથી શરીરને ફાઇબર અને પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. સલાડમાં મીઠું નાખીને ખાવાથી પાણી જમા થવાની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને કાચા શાકભાજીમાં મીઠું નાખીને ન ખાઓ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application