દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશને રામ-લલ્લાના શણગાર કરાયા

  • April 07, 2025 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
દર વર્ષની પરંપરા મુજબ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરે રામ નવમીનો ઉત્સવ ઉજવાયો જેમાં ભગવાન શ્રી દ્વારકાધીશને રામલલાના સ્વ‚પમાં વિશેષ શણગાર કરવામાં આવે છે.

રામચરિત્ર માનસ અને રામાયણ મુજબ ભગવાન શ્રી રામ નો જન્મ મધ્યાન થયો હતો એટલા માટે ભગવાન શ્રી દ્વારકાધીશ ને પણ બપોરે ૧૨ વાગ્યે  ઉત્સવ આરતી સાથે રામ નવમી નો ઉત્સવની શ‚આત થઈ . રોજ ભગવાન શ્રી દ્વારકાધીશને અલગ વાઘા અને ખૂબ અલંકારો અર્પણ કરવામાં આવે છે પણ આજે રામનવમી વિશેષ ભગવાનને માત્ર પીળા રંગનું પીતાંબર અને ઉપવસ્ત્ર સાથે ઓછા અલંકાર પહેરાવી અને સાથે જ ખાસ શંખ, ચક્ર, ગંદા, પદ્મ સહિત રામ સ્વ‚પે ધનુષબાણ અને તીર કામઠા સાથે ભગવાન શ્રી રામ તરીકે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. રામ નવમી અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી.

રામનવમી વિશેષમાં ભગવાનને ઉત્સવના વિશેષ ભોગ પણ લગાવવામાં આવે છે એટલે રામનવમી નિમિત્તે ભગવાનને ખાસ પંજરીનો ભોગ લગાવવામાં આવે છે, આયુર્વેદની દ્રષ્ટિએ આ પંજરીનો ખૂબ જ મહત્વ છે પંજરી જે આખા ધાણા ડ્રાયફ્રુટ અને મિશ્રીનો પાવડર કરી તેમાં થોડું ઘી ઉમેરીને બનાવવામાં આવે છે. આજથી ગરમીની શરૂઆત થાય છે એટલે શરીરમાં પિત્ત નો પ્રકોપ વધે છે કા પિત્તને શાંત કરવા અને શરીરની અંદર ઠંડક રહે એટલા માટે પંજરીનો પ્રસાદ અને પંજરીના સેવનનું મહત્વ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application