શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતી વિધાર્થીની આજે વ્હેલી સવારે પોતાનું એક્ટિવા લઈ શાળાએ જઈ રહી હતી ત્યારે બેન્ક કોલોની નજીક તેજ ગતિએ આવેલા ઇકોકારના ચાલકે ધડાકા ભેર એક્ટિવાને અડફેટે લેતા વિધાર્થીનીને ગંભીર ઇજાઓ થતા તેને સર્ટી હોસ્પિટલમાં ખસેડાતા ટૂંકી સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે મૃતક વિધાર્થીની ના પરિવારમાં શોક છવાયો હતો. વ્હેલી સવારે સર્જાયેલા અકસ્માતના પગલે સ્થળ પર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના ચિત્રા વિસ્તારના રાધેશ્યામ પાર્ક સોસાયટીના પ્લોટ નંબર ૨૫ માં રહેતી અને ઓજમાં અભ્યાસ કરતી જીલ સંદીપભાઈ બારૈયા (ઉ. વ. ૧૮) આજે નિત્યક્રમ મુજબ વ્હેલી સવારે પોતાનું એક્ટિવા લઈ શાળાએ જવા નીકળી હતી. દરમ્યાનમાં જીલ ચિત્રા બેન્ક કોલોની નજીક પહોંચી હતી ત્યારે તેજ ગતિએ આવેલા ઇકોકાર નંબર જી. જે. ૧૪બી. ડી. ૩૯૭૯ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ રીતે ચલાવી જીલના એક્ટિવાને ધડાકાભેર અડફેટે લેતા એક્ટિવા પરથી રોડ પર ફંગોળાએલી જીલને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. વ્હેલી સવારે ધડાકો સાંભળી સ્થાનિક તેમજ રસ્તે પસાર થતા લોકો એકત્રિત થયા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના સ્ટાફે ગંભીર પ્રકારે ઇજા પામેલી જીલને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં જીલનું ટૂંકી સારવારમાં મોત નીપજતા તેના પરિવારજનોમાં ઘેશોક છવાયો હતો. આ અંગે હોસ્પિટલ પોલીસે મૃતક જીલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી જરૂરી કેસ-કાગળો તૈયાર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech