ધોરાજી તાલુકાના તોરણીયા ગામે તપાસ માટે આરોપીના ઘરે ગયેલ પોલીસ સ્ટાફ સાથે આરોપી તથા તેના પરિવારજનો અને પરિચિતોએ માથાકૂટ કરી ધક્કામૂકી કરી થાય તે કરી લેવાની ધમકી આપી હતી. જે અંગે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં છ શખસો વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ રમણભાઈ ગંભીર દ્વારા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મેહુલ રમેશભાઈ વાઘેલા, રમેશ બધાભાઈ વાઘેલા વિવેક ભેડા, મેહુલની માતા તથા બે અજાણ્યા શખસો (રહે. બધા તોરણીયા) ના નામ આપ્યા છે.
હેડ કોન્સ્ટેબલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધમકી અંગેના ગુનામાં તપાસ માટે પીઆઇ એલ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ ફરિયાદી તથા હેડ કોન્સ્ટેબલ વિશાલભાઈ મનીષભાઈ વરૂ, દિવ્યરાજસિંહ પઢિયાર સહિતના ગઈકાલ સાંજે તોરણીયા ગામે આરોપી મેહુલ વાઘેલા અને રમેશ વાઘેલાના મકાને ગયા હતા. જ્યાં બંને હાજર હોય જેથી પોલીસે તપાસને લગતી જરૂરી કાર્યવાહી શરૂ કરતા બંને આરોપી ઊંચા અવાજે બોલવા લાગ્યા હતા. દરમિયાન આરોપી કહેવા લાગ્યા હતા કે અમારા ઘરે શું કામ આવ્યા છો તેમ કહી પોલીસ સ્ટાફ સાથે ધક્કામૂકી કરવા લાગ્યા હતા આ સમયે તોરણીયા ગામનો વિવેક અહીં આવ્યો હતો અને તે આરોપી અને ઉશ્કેરવા લાગ્યો હતો તેમજ આરોપીઓએ સરકારી વાહન આડા ઊભા રહી જઇ ફરજમાં રૂકાવટ કરી હતી તેમજ બે પુરુષ અને એક મહિલા જે મેહુલની માતા હોય તે ત્રણેય ગાડીના આગળનાભાગે તથા નીચેના ભાગે સૂઈ જાય સરકારી વાહન ચાલવા દીધું ન હતું.
એકાદ કલાક જેટલા સમય સુધી પોલીસ સ્ટાફને સ્થળ પર રોકી રાખ્યો હતો જેથી વધારાનો પોલીસ સ્ટાફ બોલાવી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આ મામલે હેડ કોન્સ્ટેબલ અજીત ગંભીરની ફરિયાદ પરથી ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર સહિતના આરોપીઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા પંથકના મંદિરો સલામત નથી ખોડિયાર મંદિર સાતમી વખત બન્યું નિશાન
April 26, 2025 04:22 PMજંગલી ભૂંડને પકડતી ટોળકી ઝડપાઈ
April 26, 2025 04:21 PMસિહોરની શાળાઓ સહિત અનેક સ્થળો પર ઠંડા પાણીની વ્યવસ્થા
April 26, 2025 04:19 PMભાવનગર રેલ્વે ડિવિઝનના ૧૨ કર્મીઓ પીસીએ એવોર્ડથી સન્માનિત
April 26, 2025 04:19 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech