ભાવનગર રેલવે ડિવિઝનના ૧૨ કર્મચારીઓને પ્રિન્સિપલ ચીફ એન્જિનિયર દ્વારા ઙઈઊ ઊફમિ ૨૦૨૫થી સન્માનિત કરવામાં આવ્યા હતા
ગત બુધવારના રોજ પશ્ચિમ રેલવેના મુખ્યાલય, ચર્ચગેટ, મુંબઈ ખાતે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા રેલવે સેવા પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પશ્ચિમ રેલવેના ભાવનગર સહિત વિવિધ મંડળોના કર્મચારીઓનું પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય અભિયંતા અમિત ગુપ્તા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ અંગે વધુ વિગત આપતા ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યુ હતું કે ભાવનગર ડિવિઝનના ૧૨ રેલવે કર્મચારીઓને વર્ષ ૨૦૨૪માં પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ભેટ અને મેરિટ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને જૂનાગઢની ગેંગ નંબર ૫ને ગ્રૂપ એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવોર્ડ વિતરણ સમયે ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ અભિયંતા (સમ.) મનીષ મલિક ઉપસ્થિત રહ્યા હતા.
ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે તમામ સન્માનિત કર્મચારીઓને પ્રતિષ્ઠિત રેલવે સેવા પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તમામ કર્મચારીઓને સંપૂર્ણ એકાગ્રતા અને કર્મઠતાથી ફરજ બજાવવા અપીલ કરી હતી. જે થી ડિવિઝનના મહત્તમ કર્મચારીઓને ડિવિઝનલ, ઝોનલ અને રેલવે બોર્ડ કક્ષાએ સન્માન મળે અને ભાવનગર ડિવિઝન સતત વિકાસના પંથે આગળ વધતું રહે.
ભાવનગર મંડળના સન્માનિત થયેલા ભાવનગર ડિવિઝનના જે કર્મચારીઓ અમિત ગુપ્તા, પ્રિન્સિપલ ચીફ એન્જિનિયર, વેસ્ટર્ન રેલવે દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેમાં કૌશિક પાઠક (સિનિયર સેક્શન એન્જિનિયર, રેલપથ-ભાવનગર), વિવેક નાવડિયા (જુનિયર એન્જિનિયર-વર્કસ-ભાવનગર), સંદીપ જોષી (સિનિયર સેક્શન એન્જિનિયર, રેલપથ-મહુવા), હિતેનકુમાર જાની (સિનિયર સેક્શન એન્જિનિયર, રેલપથ-જૂનાગઢ), નિકુંજ ભાભોર (સિનિયર સેક્શન એન્જિનિયર-વર્કસ-વેરાવળ), વિપુલ પરમાર (જુનિયર એન્જિનિયર-વર્કસ-જૂનાગઢ)અને જ્યારે ભાવેશ વાનુ (બ્લૈકસ્મિથ-જૂનાગઢ) મંટુ કુમાર (ટ્રેકમેન-વિસાવદર), સોલંકી વિમલ પુનાભાઇ (બ્લૈકસ્મિથ-વિસાવદર), અશોક સોન્ડાભાઈ (ટ્રેકમેન-તાલાલા), મંટુ કુમાર સિંહ (ટ્રોલીમેન-જૂનાગઢ) તેમજ ચૌધરી કિરણ કૈલાશ (ટ્રેકમેન-ઉપલેટા)નો સમાવેશ થાય છે. ૧૨ કર્મચારીઓ સન્માનિત થતા ભાવનગર રેલ્વે ડિવિઝનના અધિકારીઓઅને કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech