તળાજા પંથકના મંદિરો સલામત નથી ખોડિયાર મંદિર સાતમી વખત બન્યું નિશાન

  • April 26, 2025 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તળાજા થી ચારેક કિમિ દૂર પાલીતાણા રોડપર આવેલ ભીકડાવાળા ખોડિયારમાતા ના મંદિર ના રાત્રી દરમિયાન ટાળા તૂટયા હતા.જયાં હજારો શ્રદ્ધાળુઓ શિષ ઝુકાવી પ્રાર્થના કરેછે ત્યાં નાસ્તિક તસ્કરો એ માતાજી ને ચડાવેલ છત્તર અને દાન પેટી તોડી ને રોકડ રકમ ની ચોરીકરી હતી.અહીંના સેવક ધરમશીભાઈ મકવાણા એ જણાવ્યું હતુ કે તસ્કરો એ અહીંના સીસીટીવી કેમેરા ના વાયર તોડી નાખ્યા હતા.એક કેમેરો ભેગા લેતા ગયા હતા. મંદિર ના મુખ્ય દરવાજાના સ્ટીલના સળિયા તોડી ને અંદર પ્રવેશ કર્યો હતો. એ જોતાં તસ્કર પતલા બંધાનો અથવા નાની ઉંમરનો હોવો જોઈએ.એટલુંજ નહિ મંદિર ની સામેં વાડીમા દારૂના ગ્લાસ અને બાઈટિંગ માટે શીંગના પડીકા પણ જોવા મળ્યા હતા.વહેલી સવારે ૬.૩૦ આસપાસ પૂજારી ને ખબર પડતાં તળાજા પોલીસ ને જાણ કરવામાં આવી હતી તેમ છતાંય પોલીસ દ્વારા સત્તાવાર રીતે કોઈજ કાર્યવાહી કરી ન હતી. છેલ્લા ત્રણેક વર્ષ મા આજની ચોરી મળી કુલ ૭ વખત ચોરી થઈ છે છતાંય એકેય વખત ચોરી નો ગુન્હો નોંધ્યો નથી અને તસ્કર પકડાયો નથી.
વધુમાં જાણવા મળ્યું હતુંકે અહીં એક સંત રહેતા હતા ને સેવા પૂજા કરતા હતા. એ સંત ને પણ કેટલાક અજાણ્યા ઈસમો રાત્રે આવી ને પરેશાન કરતા હોય તેઓને અહીંથી ચાલ્યા જવું પડયુંછે તળાજા ના ડુંગર ઉપર આવેલ ખોડિયાર મંદિર એ પણ તસ્કરો એ હાથ ફેરોકર્યા ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ મહિનાઓ વીતવા છતાંય  પોલીસે નથી ગુન્હો નોંધ્યો કે નથી તસ્કરો ને ઝડપી પાડવામાં સફ્ળતા મેળવી. શ્રદ્ધાળુઓ ના આસ્થાના કેન્દ્રો તળાજા પંથકમાં સલામત નથી તેવી વેદના સાંભળવા મળી રહી છે.
ઉલ્લેખનીય છેકે લાકડીયા ગામ નજીક આવેલ પ્રખ્યાત કાળિયા કુવાની મેલડીમાતા મંદિર ને થોડા દિવસ પહેલા ચોર એ તોડી ને ૯ કિલો ચાંદી ના છત્તર ની ચોરી ની ઘટના બની હતી.એ ચોરી નો એક શકમંદ પોલીસના હાથે લાગ્યો હોવાની વિગતો સૂત્રો પાસે થી મળી રહી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application