રાજકોટ શહેરમાં પણ ઘુષણખોરીને લઇ પોલીસ દ્વારા ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, SOG, EOW, એ ડિવિઝન તેમજ બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોની બજારમાં બંગાળી કારીગરો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે માટે તેઓના આધાર પુરાવા પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે
સરકારની સૂચના મુજબ આગળ કાર્યવાહી હાથ ધરાશે
તેમજ કોઈ બાંગ્લાદેશી છે કે કેમ અથવા બાંગ્લાદેશી સાથે કોઈ સંપર્ક છે કે કેમ સહિતની બાબતોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામની પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે. તપાસ અને પૂછપરછના અંતે સરકારની સૂચના મુજબ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech