છેલ્લા કેટલાક દિવસોમાં વૈશ્વિક શેરબજારમાં ઊથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકા, એશિયા અને થોડેઘણે અંશે યુરોપમાં પણ શેરબજારોમાં તેની અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં સૌથી મોટો ફાળો એ ડરનો છે, જેમાં વિશ્વનું સૌથી મોટું એવું અમેરિકાનું અર્થતત્રં ધીમું પડી રહ્યું છે. વિશેષજ્ઞો કહે છે કે આ ડર પાછળનું સૌથી મોટું કારણ અમેરિકન જોબ માર્કેટનો જુલાઈમાં જાહેર થયેલો ડેટા છે. જેમાં ધારણા કરતાં વધુ ખરાબ ચિત્ર દેખાઈ
રહ્યું છે.
જોકે, કેટલાક લોકોનું કહેવું છે કે અર્થતંત્રમાં મંદી કે તેના વિશે ગણગણવું પણ હજુ ખૂબ વહેલું ગણાશે. તો અધિકૃત આંકડાઓ શું કહી રહ્યા છે? અમેરિકાના નોકરીદાતાઓએ જુલાઈમાં માત્ર ૧.૧૪ લાખ નોકરીઓનું સર્જન કયુ છે, જે ૧.૭૫ લાખની નોકરીઓની આશા કરતાં ઘણું ઓછું છે. બેરોજગારીનો દર ૪.૩ ટકાના સ્તરે પહોંચી ચૂકયો છે, જે ત્રણ વર્ષની ઐંચાઈએ છે. જેના કારણે અનેક વિશેષજ્ઞોનાં ભવાં તણાયાં છે. તેમને લાગે છે કે સમ લ નો સમય છે. આ નામકરણ અમેરિકન અર્થશાક્રી કલાઉડિયા સમના નામ પરથી કરવામાં આવ્યું છે. આ નિયમ કહે છે કે સરેરાશ બેરોજગારીનો દર સતત ત્રણ મહિના સુધી છેલ્લા ૧૨ મહિનાના ન્યૂનતમ દર કરતાં અડધા ટકા જેટલો વધારે રહે છે તો છેલ્લા એ દેશમાં મંદીના એંધાણ છે એવું કહી શકાય.
આ નિયમ પ્રમાણે જોઇએ તો અમેરિકાનો બેરોજગારીનો દર જુલાઈમાં વધ્યો, ત્રણ મહિનાની સરેરાશ ૪.૧ ટકા હતી. ગત વર્ષમાં ન્યૂનતમ દર ૩.૫ ટકા જેટલો હતો. આ ચિંતાઓ વધારો થયો કારણ કે હકીકત એ હતી કે યુએસ ફેડરલ રિઝર્વે ગયા અઠવાડિયે વ્યાજદરમાં ઘટાડો ન કરવા માટે કહ્યું હતું. બેન્ક આફ ઈંગ્લેન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક સહિત વિકસિત અર્થવ્યવસ્થાઓમાં અન્ય કેન્દ્રીય બેન્કોએ તાજેતરમાં જ પોતાના વ્યાજદરોમાં ઘટાડો કર્યેા છે.
ફેડરલ રિઝર્વનો ઉધાર લેવા માટેનો દર ઘણો વધારે છે પરંતુ તેના અધ્યક્ષ જેરોમ પોવેલે સંકેત આપ્યો હતો કે સપ્ટેમ્બરમાં જ વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવશે. તેના કારણે વિવિધ અટકળો શ થઈ હતી કે ફેડરલ રિઝર્વ નિર્ણય લેવામાં ખૂબ ભારે રાહ કેમ જોઈ રહ્યું છે?વ્યાજદરોમાં કાપનો અર્થ એ છે કે નાણાં ઉછીનાં લેવાં એ સસ્તું બને છે જે સૈદ્ધાંતિક રીતે અર્થતંત્રને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે.
નોકરીઓના આંકડા સૂચવે છે કે અર્થતત્રં પહેલેથી જ નીચેની દિશામાં જઈ રહ્યું છે. તેનાથી લોકોને એ ડર બેસી ગયો છે. આ બધી ઘટનાઓની સમાનાંતરે ટેકનોલોજી કંપનીઓના શેરના ભાવ વધી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રત્યેની લોકોની આશાને કારણે આ ક્ષેત્રની કંપનીઓમાં લાંબા સમયથી તેજી ચાલી રહી છે. ગત અઠવાડિયે, ચિપ બનાવતી જાયન્ટ કંપની ઇન્ટેલે જાહેરાત કરી હતી કે તે ૧૫ હજાર નોકરીઓ પર કાપ મૂકી રહી છે. બીજી તરફ બજારની અફવાઓને સત્ય માનીએ તો તેની પ્રતિસ્પર્ધી કંપની એનવીડિયા એ તેની નવી ચિપ બહાર પાડવામાં વિલબં કરી શકે છે. ત્યારપછી નાસડેકમાં બ્લડબાથ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. નાસડેક એ ટેકનોલોજી કંપનીઓનો યુએસ ઇન્ડેકસ છે. થોડાં અઠવાડિયાં પહેલાં જ ઐંચી સપાટીએ પહોંચ્યા પછી, શુક્રવારે તે ૧૦% જેટલો નીચો ગયો હતો. તેના લીધે બજારોમાં ભયનું પરિબળ જાણે કે વધુને વધુ ફેલાયું હતું. કદાચ ત્યાં જ જોખમના સંકેત મળે છે.
જો શેરબજારમાં ગભરાટનો માહોલ ચાલુ રહે અને શેરો ડૂબકી મારતાં રહેશે તો ફેડરલ રિઝર્વ સંભવિતપણે સપ્ટેમ્બરમાં તેની આગામી મિટિંગ પહેલાં જ પગલું ભરી શકે છે અને વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે. કેપિટલ ઇકોનોમિકસના ગ્રૂપ ચીફ ઇકોનોમિસ્ટ નીલ શીયરિંગના જણાવ્યા અનુસાર, જો ત્યાં બજારની વ્યવસ્થા વધુ બગડતી જાય તો એ પ્રણાલીગત રીતે જ તેના કારણે મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ અનેઅથવા વ્યાપક નાણાકીય સ્થિરતાને જોખમમાં મુકાવાનું શ થાય છે.
આ થિયરી આપનાર કલાઉડિયા સમના જણાવ્યા અનુસાર, અમેરિકા મંદીના માહોલમાં નથી. તેઓ કહે છે, એવી શકયતા છે કે બેરીલ વાવાઝોડાંને કારણે જુલાઈના નોકરીના ચિત્રમાં આવું જોવા મળ્યું હોઈ શકે. અન્ય ડેટા દર્શાવે છે કે લેબર માર્કેટ પણ ઠંડુ પડી રહ્યું છે, પણ તે પડી ભાંગવા તરફ નથી જઈ રહ્યું. તેમણે ઉમેયુ હતું કે, કામના સરેરાશ કલાકોમાં ઘટાડો થયો છે પરંતુ નોકરી પરથી કાઢી મૂકવાના આંકમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. જેથી આ આંકડાઓ હજુ મંદીનું ચિત્ર રજૂ કરતાં નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech