દેશની રાજધાની દિલ્હીના ગોવિંદપુરીમાં 6 વર્ષના બાળકના અપહરણ અને ત્યારબાદ તેને પરત મેળવવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું કે 1 સપ્ટેમ્બરના રોજ એક મહિલાએ તેના 6 વર્ષના પુત્રના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી 1 સપ્ટેમ્બરના રોજ જ બાળક મળી આવ્યું હતું પરંતુ એક ચોકાવનારો ખુલાસો બાર આવ્યો હતો.
દિલ્હીના ગોવિંદપુરીમાં 1 સપ્ટેમ્બરના રોજ ફરિયાદીનું 6 વર્ષના બાળક ગુમ થયું હતું. પરિવારજનોને આ વાતની જાણ થતા બાળકની માતાએ પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ નોધાવી હતી. તપાસ બાદ 1 સપ્ટેમ્બરના રોજ જ બાળક મળી આવ્યું હતું અને બાળક સાથે જાતીય શોષણની ઘટના બની હતી, તે બહાર આવ્યું હતું.
બાળકે અયોગ્ય સ્પર્શ વિશે કરી વાત
બાળક પરિવારને મળી આવતાં શરૂઆતમાં બાળકે કોઈ જાતીય શોષણની જાણ કરી ન હતી. પરંતુ બાળકે પાછળથી કોઈ પુરુષ દ્વારા અયોગ્ય સ્પર્શની જાણ કરી હતી. પોલીસે આરોપી બલરામ દાસની ધરપકડ કરી છે અને POCSO એક્ટની કલમ 8 ઉમેરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ સ્ટેશનની બહાર ટોળાએ ભેગા થઈને આરોપીને મારવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી અને આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ કેસની તપાસ ચાલુ છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech