રાજકોટ એસટીમાં ૨૧ દિવસમાં ૩૬૨૬૦ ટિકિટ ઓનલાઇન બુક

  • May 22, 2025 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનમાં વેકેશનના સમયગાળા દરમિયાન તા.૧થી ૨૧ મે સુધીના છેલ્લા ૨૧ દિવસ દરમિયાન ૩૬,૨૬૦ ટિકિટનું ઓનલાઇન બુકિંગ થયું હતું અને તે પેટે રૂ.૮૫ લાખ ૮૦ હજાર ૨૯૦ની માતબર આવક થઇ હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે નિગમની સાઇટ ઉપરથી તેમજ મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઇન એડવાન્સ ટિકિટ બુકીંગનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યું છે. ખાસ કરીને સહ પરિવાર મુસાફરી કરતા મુસાફરો ભીડનો સામનો ન કરવો પડે તે માટે હવે એસટી બસમાં મુસાફરી કરતા પૂર્વે જ એડવાન્સ બુકિંગ કરાવતા થયા છે. લાંબા અંતરના એક્સપ્રેસ રૂટ માટે સૌથી વધુ ઓનલાઇન બુકિંગ થાય છે.

વેકેશન મહિનામાં ગત વર્ષથી ઓછી આવક

વેકેશન સ્પેશ્યલ એક્સ્ટ્રા બસ સર્વિસમાં રાજકોટ એસટીને ગત વર્ષથી ઓછી આવક થયાનું જાણવા મળે છે. ભારત-પાક વચ્ચે તંગદિલી દરમિયાન સપ્તાહ સુધી ફરવાલાયક સ્થળોના રૂટનો ટ્રાફિક ઘટ્યો હતો ત્યારબાદ માવઠું વરસતા ટ્રાફિક ઘટ્યો હતો. વેકેશન એક્સ્ટ્રા બસ સર્વિસ માટે ૬૦ બસ તૈનાત છે પરંતુ તેમાંથી જૂજ બસ દોડાવવાની જરૂર પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application