દ્વારકાની ગોમતી નદીમાં ગઇકાલે બપોરના સુમારે પાટણ જીલ્લાના ૩ શ્રઘ્ધાળુઓ ન્હાવા માટે પડયા હતા, દરમ્યાન અચાનક પાણીમાં ગરક થયા હતા જે અંગેની જાણ થતા દોડધામ મચી ગઇ હતી તુરંત એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો જયારે લાપતા બનેલા મામા-ભાણેજની ફાયર બ્રિગેડ અને તરવૈયાઓ દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી દરમ્યાન બંનેના મૃતદેહ સાપડતા શોકનુ મોજુ ફરી વળ્યુ હતું.
દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે બપોરના સમયે ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતરેલા ત્રણ શ્રદ્ધાળુઓ ડૂબી ગયા હતા. જે બાદ સ્થાનિક તરવૈયા અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી આવતાં એકને બચાવી લેવામા આવ્યો હતો.
જયારે પાણીમાં લાપતા બનેલા શૈલેષ ગોસ્વામી ઉ.વ.૨૭ તથા ધ્રુમીલ ગોસ્વામી ઉ.વ.૧૬ના મૃતદેહ સાંપડ્યા હતા આથી ફાયર બ્રિગેડે હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તમામ લોકો પાટણ જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે પાટણથી ગઈકાલે બપોરના સમયે દેવભૂમિ દ્વારકા મંદિરે દર્શન કરવા આવેલા ત્રણ યાત્રાળુઓ ગોમતી નદીમાં સ્નાન કરતા ઉતર્યા હતા, જ્યા પાણી વધારે હોવાથી ડૂબ્યા હતા. ઘટના અંગેની જાણ સ્થાનિક તરવૈયા અને નગરપાલિકાની ફાયર બ્રિગેડને કરતાં તાત્કાલિક ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. જેમાં એક યુવકને બચાવી લેવાયો હતો.
ડૂબી ગયેલા બંને મામા-ભાણેજ હતા અને પાટણ જિલ્લાના રહેવાસી છે. જેમની ઓળખ શૈલેષભાઇ ગોસ્વામી (ઉંમર ૨૭ વર્ષ, રહે. મેત્રાણા, સિદ્ધપુર, જિ. પાટણ) અને ધ્રુમિલ ગોસ્વામી (ઉંમર ૧૬ વર્ષ) હોવાની માહિતી મળી છે. પાણીમાં યુવાનો ગરક થયાની વિગતો સામે આવતા જીલ્લા કલેકટરની કચેરીની ટીમ દ્વારા સ્થળ પર દોડી ગયા હતા ઉપરાંત પોલસ ટુકડી દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.