પરિવારમાં શોકની લાગણી : નાની વયે વધુ એક યુવાનનો ભોગ લેવાયો
કાલાવડના રીનારી ગામમાં રહેતા 27 વર્ષના એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે, ઉલ્લેખનીય છે કે યુવા વર્ગમાં હૃદયરોગના પ્રાણઘાતક હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધી રહયા છે, તાજેતરમાં અલગ અલગ બનાવમાં બે યુવાનના ભોગ લેવાયા હતા, દરમ્યાન વધુ એક બનાવ સામે આવતા ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.
મૂળ જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના રીનારી ગામમાં રહેતા અભિષેક દોલુભાઈ બાબરીયા નામના 27 વર્ષના યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને ચક્કર આવતાં બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જ્યાં તેને હૃદયરોગનો હુમલો આવી જવાના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા દોલુભાઇ ભીખુભાઈ બાબરીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના એ.એસ.આઇ. જી.આઇ.જેઠવા જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રાથ.શાળામાં ફેરબદલીવાળા સિનિયર શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપી શકાશે
May 24, 2025 02:58 PMકેરળમાં ચોમાસાની 8 દિવસ વહેલી એન્ટ્રી
May 24, 2025 02:51 PMનીલમબાગ અને દાદરાનગર હવેલી-નારોલીની વાહન તેમજ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા
May 24, 2025 02:48 PMબોખીરાની આવાસ યોજનામાં સ્ટ્રીટલાઇટના અભાવે મહિલાઓ અને યુવતીઓ રાત્રે અસુરક્ષિત
May 24, 2025 02:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech