જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રીને સવારે ૧૦ થી ૧૧ અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રીને સાંજે ૪ થી ૫ ના સમય દરમિયાન સર્કિટ હાઉસ ખાતે લોકો રૂબરૂ મળી શકશે
લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વરશ્રી તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વરશ્રી તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વરશ્રી તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુક કરવામાં આવી છે.
12- જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો તેમને રૂબરૂ મળી શકશે. અથવા જનરલ ઑબ્ઝર્વરશ્રી હસમત અલી યાતોના મોબાઈલ નં. 9023380341, પોલીસ ઑબ્ઝર્વરશ્રી ઉત્તપલ કુમાર નાસ્કરના મોબાઈલ નં. 8799136044 અને ખર્ચ ઑબ્ઝર્વરશ્રી અવિજિત મિશ્રાના મોબાઈલ નં. 8160916519 ઉ૫ર સંપર્ક કરી શકાશે. તેઓ લાલ બંગલો સર્કલ, જામનગર સર્કિટ હાઉસ ખાતેના રૂમ નંબર અનુક્રમે 2,3 અને 6 પર નાગરિકોને રૂબરૂ મળી શકશે. જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રીને સવારે ૧૦ થી ૧૧ અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રીને સાંજે ૪ થી ૫ ના સમય દરમિયાન સર્કિટ હાઉસ ખાતે લોકો ફોન ઉપર મંજુરી મેળવ્યા બાદ રૂબરૂ મળી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMયુએસના ૧૦૪ ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ચીનની પ્રતિક્રિયા: અમે સામનો કરવા માટે તૈયાર
April 09, 2025 11:59 AMભારત સહિત ઘણા દેશો ટેરિફ ઘટાડવા તૈયાર, ટ્રમ્પના વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીરનો દાવો
April 09, 2025 11:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech