આજે સાંજે મળનારી સ્ટે. કમિટીમાં પર્યાવરણ થીમ આધારીત આ મહત્વનો પ્રોજેકટ મંજુર થતા જામનગરના વિકાસને વેગ મળશે
જામનગર શહેરમાં આગામી દિવસોમાં કેન્દ્ર-રાજય સરકારની અમૃત-૨ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત રેઝુવેનેશન એન્ડ ડેવલોપમેન્ટ ઓફ રણમલ લેઇક પાર્ટ ૨ અને ૩નો સમગ્ર પ્રોજેકટ રુા. ૩૩ કરોડના ખર્ચે કરવા કોર્પોરેશન જાહેરાત કરી છે અને આજે સાંજે સ્ટે. કમિટીના ચેરમેન નિલેશ કગથરાના સ્થાને મળનારી સ્ટે. કમિટીની બેઠકમાં આ પ્રોજેકટને લીલીઝંડી આપી મંજુર કરી દેવામાં આવશે.
સ્ટે. કમિટીના ઠરાવ નં. ૧૭માં મ્યુ. કમિશ્નર દ્વારા આ પ્રોજેકટને મંજુર કરવા દરખાસ્ત લાવવામાં આવી છે ત્યારે સમગ્ર પ્રોજેકટ પર્યાવરણની થીમ ઉપર આધારીત રહેશે, રણમલ તળાવ ૨ અને૩ ભાગને વિકસાવાશે જેમાં રીડર્સ એરીયા, પાથ-વે, બુક સ્ટોરેજ એરીયા, ઇન્ટરનેટ સર્ફીગ ઝોન, લાયબ્રેરી સિટીંગ, ન્યુઝ પેપર સ્ટેન્ડ, મલ્ટી મેક્રી વિઝન રુમ, સાઉન્ડ પ્રુફીંગ, વોકીંગ એરીયા, એલઇડી લાઇટ, કીડસ કોર્ડન રુમ, સાઇકલીંગ માટેનો ટ્રેક પણ બનાવવામાં આવશે.
આજે મળનારી સ્ટે. કમિટીમાં વિવિધ દરખાસ્તો આવી છે જેમાં રોડ રસ્તાના કેટલાક કામોને પણ મંજુરી આપવામાં આવે તેમ જાણવા મળેલ છે. વિરલબાગ અને દાદા-દાદી ગાર્ડનમાં કમ્પાઉન્ડ હોલ બનાવવા તેમજ સ્વસ્તીક સોસાયટીમાં બગીચામાં પણ કમ્પાઉન્ડ હોલ બનાવવાની દરખાસ્ત સ્ટે. કમિટીમાં પાસ થશે, વોર્ડ નં. ૧૫માં વલ્લભનગર કોમ્યુનીટી હોલ અને સ્નાનાગર, શંકરટેકરી વિસ્તારમાં સીસી રોડ, વોર્ડ નં. ૧૦માં સ્મશાન ગૃહમાં કમ્પાઉન્ડ હોલ ઉપરાંત આંતર માળખાકીય સુવિભામાં વોર્ડ નં. ૯માં કેટલાક રસ્તાને સીસી રોડથી મઢવામાં આવશે. કનસુમરા ગામ જતો ઇન્ડ ઝોનમાં આવેલ રસ્તો ૨૭ મીટર પહોળો કરવામાં આવશે.
વોર્ડ નં. ૨માં નંદનપાર્ક ૨થી મેહુલપાર્ક ગેઇટ કેનાલ સુધી સ્ટ્રોમ વોટર, જામનગર રાજકોટ રોડથી ધોરીવાવ સુધી સીસી રોડ ભાગ-૨, વોર્ડ નં. ૧, ૬ અને ૭માં આશાપુરા હોટલથી જુનાજકાતનાકા બાયપાસ રોડને ૩૦ મીટર ડીપી રોડ બનાવવા તેમજ જ્ઞાનશકિત સર્કલથી સીતારામ સોસાયટીથી (વિજયનગર ફાટક) વિસ્તારમાં ૭૫ મીટરના બાયપાસ રોડને ૨૪ મીટર ડીપી રોડ કરવાની અમલવારી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech