આજે બપોરે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં બે લોકોના મોત થયા છે અને 12 જેટલા લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોમાં ગુજરાતના ત્રણ પ્રવાસીનો સમાવેશ થાય છે. આ અંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઘટના અંગે સંકલન ચાલુ છે
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના બૈસરન ઘાટીમાં બની હતી, જેમાં 8 લોકો ઘાયલ થયા છે. તેમાંના કેટલાક સ્થાનિક પણ છે, જોકે સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઘાયલોની સંખ્યા 12 છે. ઘાયલોમાં 3 ગુજરાતીઓ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગરના વિનોદ ભટ્ટ, માનિક પટેલ, રિના પાંડે ઈજાગ્રસ્તોમાં સામેલ છે. ઘાયલોની અને મૃતકોની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે.
ભાવનગર કલેક્ટર ડો.મનીષ બંસલએ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં જ આતંકી હુમલો થયો છે તેમાં ભાવનગરના વિનોદ ભટ્ટ કરીને એક નાગરિકને ઈજા પહોંચી છે અને હાલ ભાવનગરમાં ક્યાં રહે છે તેની વિગત મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે.
સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે. એક મહિલાએ સમાચાર એજન્સી પીટીઆઇને ફોન કરીને જણાવ્યું કે તેના પતિને માથામાં ગોળી વાગી છે. મહિલાએ પોતાની ઓળખ જાહેર કરી નથી. આ ઘટના અંગે પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે. તેમણે અમિત શાહને યોગ્ય કાર્યવાહી કરવા અને સ્થળની મુલાકાત લેવા જણાવ્યું છે. પીએમ સાથે વાત કર્યા પછી અમિત શાહે દિલ્હીમાં એક ઈમર્જન્સી બેઠક બોલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech