૧૨૦ બોટલ અને કાર કબ્જે : મોરઝરના શખ્સનું નામ ખુલ્યુ
લાલપુરના ગોવાણા ગામના પાટીયા પાસે સ્થાનીક પોલીસે ફોરવ્હીલ ગાડીને આંતરીને તલાશી લેતા તેમાથી ઇંગ્લીશ દારુનો જથ્થો મળી આવતા એક શખ્સને દબોચી લીધો હતો જયારે એકનું નામ ખુલ્યુ હતું, દારુ, કાર મળી કુલ ૨.૬૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
લાલપુરના ગોવાણા ગામના અને હાલ ખંભાળીયા તુલશીપાર્ક રેલ્વે સ્ટેશન પાછળ રહેતા દેવુ ડાડુભાઇ ચાવડા નામના શખ્સને ગોવાણા પાટીયા પાસેથી ફોરવ્હીલ ગાડી નં. જીજે૫જેએલ-૦૩૬૬માં દારુનો જથ્થો લઇને નીકળતા પોલીસે પકડી લીધો હતો. પોલીસ દ્વારા જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારુની ૧૨૦ બોટલ કબ્જે કરી હતી.
દારુની બોટલો, કાર મળી કુલ ૨.૬૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો, દેવુ ચાવડાની આ બાબતે પુછપરછ કરી હતી, જેમાં ભાણવડ તાલુકાના મોરઝર ગામના વિજય બગડાનું નામ ખુલ્યુ હતું, લાલપુર પીએસઆઇ એસ.પી. ગોહીલ અને સ્ટાફ દ્વારા દરોડાની કાર્યવાહી કરીને બંને શખ્સો સામે પ્રોહીબીશન મુજબ ફરીયાદ નોંધવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech