Pahalgam Attack: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનું નિવેદન, બોલ્યા- પહલગામનો આતંકવાદી હુમલો નિંદનીય

  • April 22, 2025 11:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 26 લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજુ પણ ઘાયલ છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે હવે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે નિવેદન આપ્યું છે. જેડી વેન્સે X પર લખ્યું, 'ઉષા અને હું ભારતના પહલગામમાં થયેલા વિનાશકારી આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં, અમે આ દેશ અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત છીએ. આ ભયાનક હુમલા પર શોક વ્યક્ત કરીએ છીએ.




પીએમ મોદીનું ટ્વીટ

જેડી વેન્સે પીએમ નરેન્દ્ર મોદીના ટ્વીટને રીટ્વીટ કરતા નિવેદન આપ્યું છે. આ હુમલા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું, 'હું પહલગામ, જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે સંવેદનાઓ. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય. અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ જઘન્ય કૃત્ય પાછળ જે લોકો છે, તેમને કોઈને છોડવામાં આવશે નહીં. તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અડગ છે અને તે વધુ મજબૂત થશે.'


ભારત પ્રવાસે આવ્યા છે જેડી વેન્સ

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પોતાના પરિવાર સાથે ભારત પ્રવાસે આવ્યા છે. તેમની સાથે તેમની ભારતીય મૂળની પત્ની ઉષા ચિલુકુરી અને ત્રણ બાળકો આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન જેડી વેન્સે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. ભારતની પહેલી સત્તાવાર યાત્રા પર આવેલા જેડી વેન્સે ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને ભવિષ્ય પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application