૧૯૬ બોટલ, મોબાઇલ અને સ્વીફટ કાર મળી ૪.૧૭ લાખનો મુદામાલ કબ્જે : શહેરના મારવાડીવાસમાં દેશી દારુ અંગે દરોડા
કાલાવડના મકાજી મેઘપર નદીના પુલ પર સ્વીફટ ડીઝાયર કારને આંતરીને પોલીસે તલાશી લેતા તેમાથી ૧૯૬ બોટલ વિદેશી દારુની તથા ૪ મોબાઇલ મળી કુલ ૪.૧૭ લાખના મુદામાલ સાથે ૩ શખ્સોને પકડી લીધા હતા. ઉપરાંત જામનગરના રણજીતસાગર રોડ પર ૩ સ્થળે દેશી દારુ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.
કાલાવડ ગ્રામ્ય પોલીસ ગઇકાલે પેટ્રોલીંગમાં હતી ત્યારે મકાજી મેઘપર નદીના પુલ પર સ્વીફટ ડીઝાયર ગાડી નં. જીજે૧કેઇ-૮૧૭૧ને આંતરીને તલાશી લેતા તેમાથી મેકડોવેલ્સ નંબર ૧ની ૫૨ બોટલ તથા રોયલ સ્ટેગ સુપરીયર વ્હીસ્કીની ૧૪૪ બોટલ મળી આવી હતી.
પોલીસે દારુની હેરફેરમાં ઉપયોગ લીધેલી કાર, ૪ મોબાઇલ, ઇંગ્લીશ દારુની બોટલો મળી કુલ ૪.૧૭.૫૦૦નો મુદામાલ કબ્જે કરી બોટાદ જીલ્લાના તુરખા ગામના કાળુ ઉર્ફે કાળીયો જાદવ બાવળીયા, કુરખા ગામના છત્રપાલ ઉર્ફે સતુભા સુરેશ બશીયા અને મકાજી મેઘપર ગામના હરજી ધનજી ગમારા ત્રણેયને દબોચી લીધા હતા.
આ ઉપરાંત જામનગરના રણજીતસાગર રોડ મારવાડીવાસના ઢાળીયા પાસે રહેતી જમનાબેન રમેશ બુઘ્ધભટ્ટીને ત્યાથી ૨૦ લીટર આથો, ૨ લીટર દારુ અને ભઠ્ઠીના સાધનો તથા ડાઇબેન નાનજી ભાટીને ત્યાથી ૨૦ લીટર આથો, ૨ લીટર દારુ અને ભઠ્ઠીના સાધનો ઉપરાંત રામીબેન પ્રેમજી ભાટીને ત્યાથી ૨ લીટર દેશી દારુ, ભઠ્ઠીના સાધનો અને ૨૦ લીટર કાચો આથો મળી આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech