'પઠાણ' ફેમ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત 'ફાઈટર'ની રિલીઝને હવે માત્ર બે દિવસ બાકી છે. રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઇટર 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ત્યારે ફિલ્મ રિલીઝ થવામાં માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. સ્વાભાવિક છે કે કોઇ ફિલ્મ રિલીઝ થવાની હોય તે પૂર્વે તેનું પ્રમોશન જોરોશોરોથી કરવામાં આવતું હોય છે. એટલું જ નહીં ફિલ્મના અભિનેતા અને અભિનેત્રી આ માટે ખાસ સમય ફાળવતા હોય છે. તેઓ પણ તેમની ફિલ્મ હિટ જાય તે માટે પ્રમોશનમાં રસ દાખવતા હોય છે. પરંતુ ફાઇટરના પ્રમોશનમાં દીપિકા પાદુકોણ જોવા ન મળતા સવાલ ઉઠી રહ્યા છે.
તાજેતરમાં જ ફિલ્મ ફાઇટરનું ટ્રેલર રિલીઝ થયું હતું તે વેળા પણ દીપિકા પાર્ટીમાં હાજર રહી નહતી. હવે દીપિકા પ્રમોશનલ ઇવેન્ટમાંથી પણ ગાયબ છે. ત્યારે દીપિકાની હાજરી પર સવાલ ઉઠી રહ્યા છે. જેથી, અભિનેત્રીના ગાયબ હોવા અંગે ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે ખુલાસો કર્યો છે. જીહા, એક ઇન્ટરવ્યુ દરમિયાન નિર્દેશક આનંદે જણાવ્યું હતું કે, આ એક વ્યૂહાત્મક પગલું છે જે તેણે પ્રમોશનલ હેતુ માટે અપનાવ્યું છે. આ સાથે જ એમ પણ કહ્યું હતું કે, દીપિકા 23 જાન્યુઆરીથી 'ફાઇટર'ના પ્રમોશનમાં જોવા મળશે. આ વેળા ડિરેકટર આનંદે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે દીપિકા આ પહેલા ટ્રેલર લૉન્ચમાં હાજરી આપવાની હતી પરંતુ તે બીમાર પડી ગઈ હતી. સાથે જ તેમણે દીપિકા વગર પ્રમોશન ન કરવાની વાત પર પણ ભાર મૂકયો હતો.
ફિલ્મ ફાઇટર રિલીઝ થતા પડદા પર પ્રથમ વખત રિતિક રોશન અને દીપિકા પાદુકોણની જોડી જોવા મળશે. આ ફિલ્મના ટીઝર અને ટ્રેલરને જે પ્રકારે રિસ્પોન્સ મળ્યો છે તે જોતા ફિલ્મ ફાઇટર આ વર્ષની પ્રથમ બ્લોકબસ્ટર બની રહે તેવી અપેક્ષા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech