રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવામાં હવેથી દર રવિવારે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સીટીના ૧૭ રૂટની ૪૦ સિટી બસ બંધ રાખવામાં આવશે. આ રૂટની બસોમાં વિદ્યાર્થીઓ સિવાયના પેસેન્જર્સ મળતા ન હોય અને રવિવારે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સીટીમાં રજા હોય ત્યારે બસો ખાલીખમ દોડતી હોય સંચાલકીય ખોટ ઘટાડવાના હેતુથી નિર્ણય કરાયો છે.
વિશેષમાં રાજકોટ રાજપથ લિમિટેડના જનરલ મેનેજરએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી.(સ્પેશ્યલ પર્પઝ વહિકલ) દ્વારા કરાઇ રહ્યું છે. જેમાં કુલ ૮૦ રૂટ પર ૧૦૦ સીએનજી તથા ૧૨૪ ઇલેક્ટ્રિક તેમ કુલ ૨૨૪ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. રવિવારના દિવસે સ્કુલ, કોલેજ તેમજ યુનીવર્સીટી વિગેરેમાં રજા રહેતી હોય આવા કેટલાક રૂટમાં પેસેન્જરની સંખ્યા નહીવત રહેતી હોય તેમજ અન્ય રૂટ-બસના વિકલ્પ ઉપલબ્ધ હોય તેવા રૂટ હવેથી દર રવિવારે બંધ રાખવામાં આવશે.વિવિધ કુલ ૧૭ રૂટની ૪૦ બસોને દર રવિવારે સન ડે-સેડ્યુલ મુજબ દર રવિવારે ઓફ રોડ રાખવા નિર્ણય કરાયો છે.
આટલા સિટી બસ રૂટ રવિવારે બંધ રહેશે
રૂટ નં.-----બસ સંખ્યા----રૂટનું નામ
૧૧ ૨ ત્રિકોણ બાગથી શાપર વેરાવળ
૧૯ ૧ સ્લમ ક્વાર્ટરથી વાવડી ગામ
૨૬ ૧ વાવડી થી શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ
૪૦ ૨ યુનિવર્સીટીથી સંતોષીનગર
૪૪ ૨ ત્રિકોણ બાગથી ત્રંબા ગામ
૪૫ ૨ યુનિવર્સીટીથી રતનપર મંદિર
૪૬ ૪ ત્રિકોણબાગથી અર્પીત એન્જી. કોલેજ(હડાળા)
૪૭ ૪ કોઠારીયા ગામથી યુનિવર્સિટી
૫૪ ૨ ઘંટેશ્વર એસઆરપી કેમ્પથી રાધા પાર્ક (કોઠારીયા)
૭૮ ૨ ઉમા પીટીસી કોલેજથી મારવાડી કોલેજ
૮૫ ૨ પ્રદ્યુમન પાર્ક ઝૂથી યુનિવર્સિટી
૯૨ ૨ ત્રિકોણ બાગથી બેડી ચોકડી
૫૬-ડી ૧ ત્રિકોણ બાગથી ગર્વમેન્ટ ઇજનેરી કોલેજ
૫૭-ડી ૩ ત્રિકોણ બાગથી ગર્વમેન્ટ ઇજનેરી કોલેજ
૭૯ ૪ પરા પીપળિયાથી આજી ડેમ ચોકડી
૮૨ ૨ ભક્તિનગર સર્કલથી એઇમ્સ
૮૬ ૪ ગોંડલ ચોકડીથી મારવાડી કોલેજ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech