BCCIએ આજે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. બંને ટીમો વચ્ચે 6 જુલાઈથી પાંચ T20 મેચોની સીરીઝ રમાશે. 15 સભ્યોની ભારતીય ટીમની કમાન સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ સંભાળશે. T20 વર્લ્ડ કપ 2024 રમી રહેલા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે જેમાં યાદીમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવના નામ સામેલ છે. 24 વર્ષના ગિલને કેપ્ટન બનાવવામાં આવતા ઘણા ક્રિકેટ ચાહકો નારાજ થયા હતા. ચાહકોનું કહેવું છે કે ગિલની જગ્યાએ રુતુરાજ ગાયકવાડ કે સંજુ સેમસનને કેપ્ટનશિપ મળવી જોઈતી હતી. આ બંને ઝિમ્બાબ્વે સિરીઝમાં રમતા જોવા મળશે.
એક યુઝરે કમેન્ટ કરી, "ગિલની જગ્યાએ ઋતુરાજને કેપ્ટન બનાવવો જોઈએ." અન્ય એક યુઝરે લખ્યું, "સંજુ સેમસનને કેપ્ટન્સી આપવી જોઈએ કારણ કે તેની પાસે વધુ અનુભવ છે." જોકે ઘણા લોકોએ કહ્યું કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે. સેમસન લાંબા સમયથી IPLમાં રાજસ્થાન રોયલ્સની બાગડોર સંભાળી રહ્યો છે. ગિલે માત્ર એક સિઝન માટે ગુજરાત ટાઇટન્સનું સુકાની પદ સભાળ્યું છે. બીજી તરફ, ઋતુરાજને એક સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ સિવાય ભારતીય ટીમની કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે. તેમની કપ્તાનીમાં ભારતે એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમમાં ઘણા નવા ચહેરા છે. ભારતીય ટીમમાં અભિષેક શર્મા, રિયાન પરાગ, નીતિશ રેડ્ડી અને તુષાર દેશપાંડેનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. IPL 2024માં અભિષેક અને પરાગે સારી બેટિંગ કરી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી પંજાબના બેટ્સમેન અભિષેકે 484 રન બનાવ્યા હતા જ્યારે રાજસ્થાન રોયલ્સ તરફથી પરાગે 573 રન બનાવ્યા હતા. હર્ષિત રાણાની પણ આઈપીએલમાં સારા પ્રદર્શનના કારણે પસંદગી કરવામાં આવી હતી. અવેશ ખાન અને ગિલ T20 વર્લ્ડ કપના રિઝર્વ ખેલાડીઓમાં સામેલ હતા જેમને ગ્રુપ સ્ટેજની મેચો બાદ બહાર પાડવામાં આવ્યા હતા.
ઝિમ્બાબ્વે ટી20 સિરીઝ માટે ભારતની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન, ધ્રુવ જુરેલ, નીતિશ રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech