દેશના સૌથી મોટા લાઇવ કોન્સર્ટને લઈને સુરક્ષા વ્યવસ્થા આખરી કરવામાં આવી છે અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી તા. ૨૫–૨૬ જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. બે દિવસીય કોન્સર્ટની મઝા માણવા ૨ લાખથી વધુ લોકો ઉમટશે, ત્યારે કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ સહિત એન એસ જી કમાન્ડો દ્રારા જડબેસલાક સુરક્ષા તૈનાત કરવામા આવી છે .આ સાથે લોકોના સ્વાસ્થ્ય સંભાળ માટેની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કોન્સર્ટ માટે ૩૮૦૦થી વધુ પોલીસ, એનએસજી કમાન્ડો દ્રારા સુરક્ષાનો મોરચો સંભાળી લીધો છે. અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટમાં લાખોની ભીડ ઉમટવાની છે, ત્યારે લોકોની સુરક્ષા અને સ્વસ્થ્યને લગતી સુવિધા ઉપલબ્ધ કરાય છે. જેમાં લોકોની સુરક્ષામાં ૧૪ ડીસીપી, ૨૫ એસીપી ૬૩ પીઆઈ ૧૪૨ પીએસઆઇ , ૩૫૮૧ પોલીસકર્મી, ૧ એનએસજી ટીમ, ૧ એસડીઆરએફ ટીમ સહિતાનો સ્ટાફ તૈનાત રહેશે.
અમદાવાદ માટે સ્પેશિયલ ટ્રેન: આજથી બુકિંગ
- મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન - 09009, 26 જાન્યુઆરીએ સવારે 08:25 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને બપોરે 02:25 વાગ્યે અમદાવાદ પહોંચશે.
- અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન - 09010, 26 જાન્યુઆરીએ બપોરે 03:10 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને 09:45 વાગ્યે સેન્ટ્રલ પહોંચશે.
- લોકમાન્ય તિલક ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન - 01155, 25 જાન્યુઆરીની રાત્રે 12:55 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસથી ઉપડશે અને સવારે 11:00 વાગ્યે અમદાવાદ પહોંચશે.
- અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 01156,
(અનુ. સાતમા પાને)7 એમ્બ્યુલન્સ સહિત આરોગ્ય ટીમ તૈનાત 13 જેટલા પાર્કીગ
બે દિવસીય કોલ્ડપ્લે કોન્સર્ટમાં સ્ટેડિયમ ખાતે આવનારા લાખોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાણીથી થઈને તમામ સુવિધા કરવામાં આવી છે. જેમાં બે ટેમ્પરરી હોસ્પિટલ, કાર્ડિયાક ફેસિલિટી સાથેની 7 એમ્બ્યુલન્સ સહિત આરોગ્ય ટીમ તૈનાત રહેશે. આ કોન્સર્ટને જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પહોંચશે. ત્યારે આ લોકોના વાહનોના પાર્કિંગ માટે શો માય ઙ્કાર્કિંગ દ્વારા પાર્કિંગની નવી ટેકનોલોજી અપ્નાવી છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીકમાં 13 જેટલા પાર્કિંગ સ્થળો ઉપલબ્ધ કરાયા છે. જેમાં 9 સ્થળો પર 4 વ્હીલર પાર્કિંગ અને 4 સ્થળોએ બે વ્હીલર વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા છે. જોકે, પાર્કિંગ ક્ષમતાની વાત કરીએ તો 5 હજાર 4 વ્હીલર, 10 હજાર 2 વ્હીલર સહિત 15000થી વધુ વાહનોની પાર્કિંગ વ્યવસ્થા છે.
26 જાન્યુઆરીની રાત્રે 02:00 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને સવારે 11:45 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે.
- દાદર-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન - 01157, 26 જાન્યુઆરીની રાત્રે 12:35 વાગ્યે દાદર (સેન્ટ્રલ) થી ઉપડશે અને સવારે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે.
- અમદાવાદ-દાદર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન - 01158, 27 જાન્યુઆરી રાત્રે 02:00 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બપોરે 12:55 વાગ્યે દાદર પહોંચશે આજ થી ટ્રેન નંબર 09009, 09010, 01156 અને 01158 માટે બુકિંગ શ થશે. કોલ્ડપ્લે કોન્સર્ટ ખાતે દોડાવાયેલી સ્પેશિયલ ટ્રેન અંગેની વધુ જાણકારી રેલવેની ઓફિશિયલ વેબસાઈટ પર મેળવી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech