એનડીએની સીટ વહેંચણીમાં પાર્ટી સાથે અન્યાય થયો હોવાનું આપ્યું કારણ
બિહારમાં એનડીએની સીટ વહેંચણીથી નારાજ આરએલજેપી પ્રમુખ પશુપતિ પારસે કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે તેઓ સીટની વહેંચણીથી નારાજ છે. માત્ર 2-3 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે તેમની પાર્ટી સાથે અન્યાય થયો છે. તેમની પાર્ટીએ પૂરી ઈમાનદારી સાથે એનડીએની સેવા કરી છે. પારસે કહ્યું કે હું આજે પણ પીએમ મોદીનો આભાર માનું છું. પરંતુ મને અને મારી પાર્ટી સાથે અન્યાય થયો છે. તેથી હું કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપું છું.
ગઈકાલે બિહારને લઈને એનડીએમાં સીટોની વહેંચણી થઈ હતી. જેમાં ભાજપને 17, જેડીયુને 16, ચિરાગ પાસવાનની એલજેપી (રામ વિલાસ)ને 5, માંઝીની એચએએમ અને ઉપેન્દ્ર કુશવાહાના આરએલએમઓને એક-એક સીટ મળી છે. જેમાં પારસની પાર્ટી આરએલજેપીનું ખાતું ખોલવામાં આવ્યું ન હતું. આરએલજેપીને એક પણ સીટ મળી નથી. જેના કારણે પશુપતિ પારસ અને તેમની પાર્ટીના નેતાઓમાં પણ નારાજગી છે. અને તેના કારણે આજે તેમણે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.
એવી પણ ચર્ચા છે કે પશુપતિ પારસ હાજીપુરથી ચિરાગ પાસવાન સામે ચૂંટણી લડી શકે છે. મતલબ આ ચૂંટણીમાં કાકા-ભત્રીજા સામસામે આવી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ પશુપતિ પારસ મહાગઠબંધન સાથે પણ વાતચીત કરી રહ્યા છે. એવી અટકળો છે કે પારસ પણ મહાગઠબંધન સાથે જઈ શકે છે.
નારાજગીનું એક કારણ એ છે કે આ બેઠક વહેંચણીમાં એલજેપીને 5 બેઠકો આપવામાં આવી છે. જેમાંથી 4 બેઠકો પારસ જૂથ પાસે હતી. વાસ્તવમાં એલજેપીએ 2019ની લોકસભા ચૂંટણી એનડીએ સાથે મળીને લડી હતી. તે સમયે પાર્ટીમાં કોઈ ભાગલા નહોતા. પરંતુ આ પછી પાર્ટી બે જૂથમાં વહેંચાઈ ગઈ હતી. આ ચૂંટણીમાં એલજેપીના 6 સાંસદો જીત્યા હતા. જેમાં પારસ સહિત 5 સાંસદોએ અલગ જૂથ બનાવ્યું હતું અને પારસ કેન્દ્રીય મંત્રી પણ બન્યા. પરંતુ આ વખતે પાસા ઉંધા પડી ગયા. જે બેઠકો પારસની પાર્ટી પાસે હતી તેમના પર હવે ચિરાગની પાર્ટી ચૂંટણી લડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech