સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં ડીજેના તાલે નાચતા-નાચતા ભાજપના કાર્યકર ઉમેશ તિવારીએ પોતાની રિવોલ્વર કાઢી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં નાચી રહેલાં બે યુવકને પગમાં ગોળી વાગતાં સારવાર માટે ખસેડવા પડ્યાં છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
પોલીસ દ્વારા આરોપીનો વરઘોડો કાઢી ઘટનાસ્થળે લાવી પંચનામું કરવામાં આવ્યું હતું. આરોપી દ્વારા હવામાં 3 રાઉન્ડ અને નીચે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ
ગઈકાલે ડીંડોલીની શક્તિ સોસાયટીમાં રાત્રિના 11 વાગ્યાની આસપાસ ભાજપ કાર્યકર અને ડેનિશ કેકનો માલિક ઉમેશ તિવારી મિત્રના લગ્નપ્રસંગમાં નાચી રહ્યો હતો. આ સમયે ઉમેશે પોતાનો વટ મારવા લાયસન્સવાળી રિવોલ્વર કાઢી ધડાધડ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ અને બે રાઉન્ડ લોકો વચ્ચે નાચતા-નાચતા કર્યું હતું. આ ઘટનામાં ઉમેશ તિવારીની બેદરકારીને કારણે ડીજેમાં નાચી રહેલાં બે વ્યક્તિને ઈજા પહોંચી છે. ભાજપ કાર્યકર ઉમેશ તિવારીએ કરેલું ધડાધડ ફાયરિંગ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયું છે.
ઈજાગ્રસ્ત યુવક ખુરશીમાંથી ઢળી પડ્યો
સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, ફાયરિંગ બાદ ઈજાગ્રસ્ત યુવાન ખુરશી પર બેસી જાય છે અને થોડીવારમાં તે નીચે ઢળી પડે છે. આ બાદ પણ ઉમેશ તિવારી રિવોલ્વર લઈ નાસતો દેખાય છે. આ રિવોલ્વર ઉમેશ તિવારીની લાયસન્સવાળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલો એક યુવાન પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેના પગમાં ગોળી વાગી હતી.
પોલીસે ઉમેશની ધરપકડ કરી
વટ મારવા માટે હવામાં ફાયરિંગ કરનાર ભાજપના કાર્યકર ઉમેશ તિવારી સામે ડીંડોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. લાઇસન્સવાળી રિવોલ્વર સાથે નાચતા-નાચતા ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની હેકડી પોલીસ સ્ટેશનમાં નીકળી ગઈ છે. પોલીસ દ્વારા રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે.
કોર્પોરેશન ચૂંટણી અને વૉર્ડ પ્રમુખ માટે દાવેદારી કરી
ઉમેશ તિવારી છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સદસ્ય છે. શહેરના મોટા નેતાઓ સાથે તેની તસવીર જોવા મળે છે. તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરત શહેરમાં પણ વર્ષોથી રહે છે. હાલ વોર્ડ નંબર 27 ડીંડોલીના વોર્ડ પ્રમુખ માટે તેને દાવેદારી કરી છે. અગાઉ પણ સુરત મહાનગરપાલિકા કોર્પોરેશનની ચૂંટણીમાં પણ તેને ટિકિટની માંગ કરી હતી. તે પોતાની દબંગ છબી પોતાના વિસ્તારમાં બતાવવા માંગે છે. પોતાના કમર પર રિવોલ્વર લટકાવીને હંમેશા ફરતો રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech