સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટાલીની સરહદ પર આવેલા વિગ્નેલા ગામે ચીનને પણ પાછળ છોડી દીધુ છે. વિગ્નેલાના ગ્રામજનો સુધી સૂર્યપ્રકાશ ન પહોંચતાં ગ્રામજનોએ તેનો આગવો ઉકેલ શોધી કાઢ્યો હતો. ગ્રામજનોએ પોતાનો અનોખો સૂરજ બનાવ્યો છે. ઇટાલીના એક નાનકડા ગામ વિગ્નેલાએ આવું કરીને દુનિયા સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું છે. અત્યાર સુધી એવી ચર્ચા હતી કે, ચીને કૃત્રિમ સૂર્ય તૈયાર કર્યો છે, જેના પર ૧ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. પરંતુ ઇટાલીએ પણ કૃત્રિમ સૂર્ય બનાવ્યો છે. ખાસ વાત એ છે કે વિગ્નેલાએ ચીનની સરખામણીમાં ૧ ટકાથી પણ ઓછી કિંમતમાં કૃત્રિમ સૂર્ય તૈયાર કર્યો છે.
વિગ્નેલા સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટાલીની સરહદ પર આવેલું છે. અહીં બહુ ઓછી વસ્તી રહે છે. આ ગામની એક તરફ ખીણ આવેલી છે અને બીજી બાજુ પર્વતોથી ઘેરાયેલું છે. ઠંડીના મહિનાઓમાં અહીં સહેજ પણ સૂર્યપ્રકાશ પહોંચતો નથી. તેના કારણે કડકડતી ઠંડી અને જરૂરી સૂર્યપ્રકાશને અભાવે ફેલાયેલા ઓછા પ્રકાશને કારણે સમગ્ર શહેરમાં શાંતિ રહે છે. પરંતુ જે રીતે ત્યાંના લોકોએ સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો તે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની ગયુ છે.
વિગ્નેલામાં વસવાટની શરૂઆત ૧૩મી સદીમાં થઈ હતી. આ ઈટાલિયન ગામના લોકો, કેલેન્ડર વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત દર વર્ષે ૧૧ નવેમ્બરે જુએ છે. અહીં ત્રણ મહિના પછી એટલે કે હવે ૨જી ફેબ્રુઆરીના રોજ સૂર્યના દર્શન થાય છે. વિગ્નેલામાં આ દિવસે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. લોકો પરંપરાગત વસ્ત્રો પહેરીને સૂર્યના પરત આવવાનું સ્વાગત કરે છે. અહીંના ૮૦૦ વર્ષના ઈતિહાસમાં લોકોએ આવી સ્થિતિ સાથે સમાધાન કર્યું હતું. પરંતુ ૧૯૯૯માં વસ્તુઓ બદલાવા લાગી.
૧૯૯૯ માં, વિગ્નેલાના સ્થાનિક આર્કિટેક્ટ ગિયાકોમો બોન્ઝાનીએ ચર્ચની દિવાલ પર છાયામંડળ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સનડિયલ એ એક સાધન છે જે સૂર્યની સ્થિતિથી સમય જણાવે છે. પરંતુ તત્કાલીન મેયર ફ્રાન્કો મિડાલીએ આ સૂચનને ફગાવી દીધું હતું. સન્ડિયલને બદલે, મેયરે આર્કિટેક્ટને એવું કંઈક બનાવવા કહ્યું કે જે આખા વર્ષ દરમિયાન ગામને સૂર્યપ્રકાશ પ્રદાન કરે.
કોઈક જગ્યાએ સૂર્યપ્રકાશ મેળવવો અશક્ય લાગે છે. પરંતુ તે ખૂબ જ સરળ વૈજ્ઞાનિક સિદ્ધાંતથી ઉકેલી શકાય છે. આ પ્રકાશનું પ્રતિબિંબ છે. આ સિદ્ધાંત કહે છે કે જ્યારે પ્રકાશ સરળ પોલિશ્ડ સપાટીને અથડાય છે, ત્યારે તે પાછું પ્રતિબિંબિત થાય છે. આના આધારે, આર્કિટેક્ટ ગિયાકોમો બોન્ઝાનીએ વિગ્નેલા ગામની ઉપરના એક પર્વત પર એક વિશાળ અરીસો સ્થાપિત કરવાની યોજના બનાવી. જેના કારણે સૂર્યના કિરણો અરીસામાંથી પ્રતિબિંબિત થઈને ગામના મુખ્ય ચોક પર પડવા લાગ્યા હતા.
એક કરોડના ખર્ચે બનેલ અરીસો
આર્કિટેક્ટ બોન્ઝાની અને એન્જિનિયર જિયાની ફેરારીએ મળીને આઠ મીટર પહોળો અને પાંચ મીટર લાંબો વિશાળ અરીસો ડિઝાઇન કર્યો હતો. આ પ્રોજેક્ટ ૧૭ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ પૂર્ણ થયો હતો. અરીસામાં એક ખાસ સોફ્ટવેર પ્રોગ્રામ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. આ રીતે, પર્વતની ટોચ પર સ્થાપિત કરાયેલા વિશાળ અરીસામાંથી દિવસમાં છ કલાક સુધી સૂર્યપ્રકાશ શહેરમાં પ્રતિબિંબિત થવા લાગ્યો.
આ કૃત્રિમ પ્રકાશ કુદરતી સૂર્યપ્રકાશ જેટલો શક્તિશાળી નથી. પરંતુ આ વ્યવસ્થા મુખ્ય ચોકને ઠંડીના વાતાવરણમાં ગરમ કરવા અને ગામના ઘરોને થોડો સૂર્યપ્રકાશ આપવા માટે પૂરતી છે. જો ઉનાળાની ઋતુમાં આવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો વિશાળ અરીસાના કારણે શહેરમાં સૂર્યપ્રકાશનો તીવ્ર પ્રકાશ જોવા મળે. તેથી, અરીસાઓનો ઉપયોગ ફક્ત શિયાળામાં જ થાય છે. તે અરીસો બાકીના વર્ષ દરમિયાન ઢાંકી દેવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech