ખંભાળિયામાં રસ્તે રઝળતા ઢોરના અનહદ ત્રાસથી નગરજનોમાં રોષ..

  • July 29, 2024 11:21 AM 

ખંભાળિયામાં રસ્તે રઝળતા ઢોરના અનહદ ત્રાસથી નગરજનોમાં રોષ..

​​​​​​​દ્વારકા જિલ્લાના મુખ્ય જામ ખંભાળિયા શહેરના વર્ષો જુના યક્ષપ્રશ્ન સમાન રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના ટોળેટોળાં જોવા મળતા નગરમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં ધણીયાતા તથા નધણીયાતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. જેમાં ખાસ કરીને રસ્તા વરચે ડેરા-તંબુ નાખી ને અડિંગો જમાવી ને બેસી રહેતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે.
​​​​​​​ખાસ કરીને સતત ટ્રાફિક થી ધમધમતા એવા નગર નાકા ચોક,જોધપુર ગેઈટ, ચાર રસ્તા, નવાપરા, હોસ્પિટલ રોડ, સહિતના રસ્તાઓ પર મોટી સંખ્યામાં આવા પશુઓના ટોળાઓ જોવા મળે છે તેમજ અનેક વખત રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓને રખડતા પશુઓ ઢિંકે ચડાવતા વૃદ્ધા સહિતના મોત નિપજયાના બનાવ પણ બની ચૂક્યા છે. પરંતુ જવાબદાર તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં હોય ત્યારે હવે શહેરના વર્ષો જૂના એવા આ પ્રશ્નનો ક્યારેય નિકાલ આવશે કે નહીં? તેવો સવાલ સુજ્ઞ નગરજનોમાં ઉદભવી રહ્યો છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application