શોદ અને મુંબઈ વચ્ચેની વિમાની સેવા 1 એપ્રિલથી બંધ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે. આ સેવા અઠવાડિયામાં ચાર દિવસ ઉપલબ્ધ હતી, પરંતુ એરલાઇન સાથેનો કરાર પૂરો થતાં તેને બંધ કરવામાં આવી છે.
ત્રણ વર્ષ પહેલાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ 'ઉડાન યોજના' અંતર્ગત આ સેવાનો પ્રારંભ કર્યો હતો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના શહેરોને વિમાની સેવા સાથે જોડવાનો હતો.
આ વિમાન સેવાનો દરરોજ 60થી 70 મુસાફરો લાભ લેતા હતા. આ સેવા બંધ થવાથી સ્થાનિક વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ છે. કેશોદની આસપાસ સોમનાથ, સાસણ ગીર, જૂનાગઢ ગિરનાર જેવા મહત્વપૂર્ણ પર્યટન સ્થળો આવેલા છે, જેના કારણે પ્રવાસીઓની અવરજવર વધુ રહે છે.
એરપોર્ટ ઓથોરિટી કમિટીના સભ્ય પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે, "કેશોદ એરપોર્ટ પરથી આસપાસના ચાર-પાંચ તાલુકાના લોકો મુસાફરી કરે છે. વેકેશનનો સમય હોવાથી મુસાફરોની સંખ્યા વધુ રહે છે. સ્થાનિક મુસાફરો અને વેપારીઓએ આ વિમાની સેવા તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરવાની માગ કરી છે. આ સેવા બંધ થવાથી વેપાર-ધંધા પર અસર થઈ રહી છે અને પર્યટન ક્ષેત્રને પણ નુકસાન થઈ રહ્યું છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech