ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે એટલે કે બુધવારે અફઘાનિસ્તાનનો સફાયો કરવાના ઈરાદા સાથે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રવેશ કરશે. ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવનાર ટીમ ઈન્ડિયા કઈ પ્લેઈંગ ઈલેવન સાથે ત્રીજી ટી20માં પ્રવેશ કરશે તે હાલ ચર્ચાનો વિષય છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી ટી20 બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી રમાશે. આ મેદાનને બોલરો માટેનું કબ્રસ્તાન કહેવામાં આવે છે. અહીં ઘણી હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી છે. જોકે, ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્મા રન બનાવે તે ખૂબ જ જરૂરી છે. કેમ કે, પ્રથમ બન્ને મેચમાં અપસેટ સર્જાયો હતો. લગભગ 14 મહિના બાદ ટી20 ટીમમાં કેપ્ટન શર્મા પરત ફર્યો છે. તે હજુ સુધી પોતાનું ખાતું ખોલી શક્યો નથી. બંને ટી20માં તે શૂન્ય રને આઉટ થયો હતો.
હવે ત્રીજી ટી20માં ભારતીય ટીમ એક ફેરફાર સાથે મેદાનમાં આવી શકે છે. વાસ્તવમાં, રોહિત શર્મા એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ત્રણ સ્પિનરોને બદલે બે સ્પિનરો સાથે રમવાનું નક્કી કરી શકે છે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલર અવેશ ખાન ટીમમાં વાપસી કરી શકે છે. જ્યારે શુભમન ગિલ અને સંજુ સેમસનને બેન્ચ પર બેસવું પડી શકે છે.
પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરતા જોવા મળી શકે છે. આ પછી વિરાટ કોહલી ત્રીજા નંબર પર, શિવમ દુબે નંબર ચાર અને જીતેશ શર્મા નંબર પાંચ પર રમતા જોવા મળી શકે છે. અહીં મહત્વનું એ છે કે, શિવમ શાનદાર ફોર્મમાં છે અને તેણે બંને ટી20માં અડધી સદી ફટકારી છે.
આ પછી રિંકુ સિંહ અને અક્ષર પટેલ રમતા જોવા મળી શકે છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ અવેશ ખાનને તક મળે તેવી શકયતા છે. આ સિવાય અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર ફરીથી એક્શનમાં જોવા મળી શકે છે. ફરી એકવાર રવિ બિશ્નોઈ મુખ્ય સ્પિનરની ભૂમિકામાં જોવા મળશે.
ત્રીજી ટી20માં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનમાં રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, અવેશ ખાન/વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓ મેચમાં જોવા મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech