યુવાનો માટે લાલબત્તિ સમાન કિસ્સો : મનોચિકિત્સકે મોબાઇલની લત્ત છોડાવવા માટે પહેલા જ યુવતીના માતા –પિતાને આપી હતી ચેતવણી
સુરતમાં એક યુવતીએ ગુગલના કારણે આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો છે. માનસિક રીતે પીડિત યુવતી ગુગલને કોઈ વ્યક્તિ જ સમજતી હતી. તેણીને મોબાઇલની એવી લત પડી કે ગુગલ તેની સાથે બોલતું અને વાતો કરતું હોય તેવું લાગવા લાગ્યું હતું. જેના કારણે તેના પરિવાર યુવતીને મનોચિકિત્સક પાસે લઇ ગયા હતા.મનોચિકિત્સકે મોબાઇલની લત છોડાવવાનું જણાવતા યુવતીને એક મહિનાથી ફોન આપ્યો નહોતો. જેના કારણે ૨૦ વર્ષીય વિશાખા રાણા ખુબ જ ટેન્શનમાં રહેતી હતી.
પરિવાર ફોનની આદત છોડાવવાના પ્રયાસથી પરેશાન યુવતીએ આખરે આપઘાત કરી લીધો છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગોપીપુરા વિસ્તારની વિશાખા રાણા નામની યુવતીએ ચહેરાની એક્સરસાઇઝ કરવા માટે ગુગલ સર્ચ કર્યું હતું. જો કે ત્યાર બાદ યુવતીને ધીરે ધીરે ગુગલની લત પડવા લાગી હતી. આખરે તેણે રોજિંદા જીવનમાં ગુગલ કહે તેમ કરવાનું શરૂ કર્યું હતું. જેથી પરિવાર દ્વારા મનોચિકિત્સકનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
મનોચિકિત્સક દ્વારા તેને ફોનથી દુર રહેવાની સુચના આપવામાં આવી હતી. જેના કારણે આખરે તેને ફોનથી દુર રાખવામાં આવતી હતી. જેના પગલે યુવતી લાંબા સમયથી માનસિક ટેન્શનમાં રહેતી હતી. આખરે ફોન નહી મળતા તેણી કહેવા લાગી કે ગુગલે તેને મરવાનું કહ્યું છે. માનસિક રીતે વધુ પીડિત થતા આખરે યુવતીએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ માની રહી છે. શનિવારે સાંજે નોકરીથી આવીને વિશાખાએ આપઘાત કરી લીધો હતો. હાલ તો આવો કિસ્સો પ્રકાશમાં આવતા માતા પિતા સામે લાલબત્તિ સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વિશાખા રાણા સુરતના ગોપીપુરાના મોટી છીપવાડા વિસ્તારમાં રહે છે. મોબાઇલની લતનો શિકાર બનવાને કારણે તે માનસિક રોગી બની. આખરે ગુગલના કારણે તેણે આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો. તેના અનુસાર ગુગલ ખાવાનો ઇન્કાર કરતું હતું. ગુગલ મરી જવાની વાત કરતું હતું. ગુગલ જ તેને કંટ્રોલ કરે છે તેવું લાગતું હતું. હાલ તો વિશાખાની આત્મહત્યાને પગલે સમગ્ર પરિવાર સ્તબ્ધ બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech