બહેન દીકરીઓના રક્ષણની જવાબદારી જેની માથે છે એવા રક્ષક જ ભક્ષક બની બેસે તો ખાખી કેટલી હદે કલંકિત થાય એનો વરવો પુરાવો બાબરામાં જોવા મળ્યો છે. બાબરા પોલીસ સ્ટેશનના કોન્ટેબલએ ખાખીને સભ્ય સમાજમાં શર્મસાર કરી છે. બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજસિંહ ચૌહાણએ 14 વર્ષની સગીરા ઉપર બળાત્કાર ગુજારી બે વખત શરીરે અડપલા કરી હું પોલીસમાં છું.
કોઈને વાત કરીશ તો હું તારા મમ્મીને હેરાન કરીશ
આ બાબતે કોઈને વાત કરીશ તો હું તારા મમ્મીને હેરાન કરીશ તેવી ધમકી મારી સગીરાનું શિયળ લૂંટતા સગીરાના પરિવારે કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવતા બાબરા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવથી અમરેલી જિલ્લા પોલીસમાં પણ ચકચાર મચી જવા પામી છે.
સગીરાએ ધમકીથી ડરી તેણીના માતાના નંબર આપ્યા હતા
બનાવની પ્રાપ્ત વિગત મુજબ બાબરામાં રહેતી અને ધોરણ-8માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા ચારેક મહિના પહેલા સ્કૂલ-ટ્યુશનમાં જતી હતી ત્યારે તેની પાછળ બાઈક લઈને આવેલા યુવકે મોબાઈલ નંબર માગ્યા હતા અને જો નહીં આપ તો હું તારા મમ્મીને હેરાન કરીશ, હું પોલીસમાં નોકરી કરું છું અને મારુ નામ રવિરાજસિંહ ચૌહાણ છે. સગીરાએ ધમકીથી ડરી તેણીના માતાના નંબર આપ્યા હતા. અને સગીરાને ઘરે જઈને ફોન કરવાનું કહ્યું હતું.
બાબરાના ચમારડી ઝાપા પાસેની અવાવરું જગ્યામાં લઇ ગયો
બીજા દિવસે સગીરાના માતાના મોબાઈલમાં રવિરાજસિંહએ સ્નેપચેટમાં ફોન કર્યો હતો અને હું રવિરાજસિંહ બોલું છું, આ મારુ આઈડી છે અને હવે આમ તું ફોન મેસેજ કરજે તેમ સગીરા સાથે વાત કરી હતી. તેના એક મહિના પછી રવિરાજસિંહએ મેસેજ કરી ઘરની બહાર આવવા કહ્યું હતું. આથી સગીરા ઘરની બહાર નીકળતા તેને બાઇકમાં બેસાડી બાબરાના ચમારડી ઝાપા પાસેની અવાવરું જગ્યામાં લઇ ગયો હતો અને ત્યાં શરીરે અડપલાં કરી બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધ્યો હતો.
સ્નેપ ચેટમાં અવાર-નવાર ફોન મેસેજ કરતો હતો
અને આ બાબતે કોઈને કહીશ તો તારા મમ્મીને હેરાન કરીશ તેવી ધમકી પણ આપી હતી અને મોટરસાઈકલમાં ઘર પાસે મૂકી ગયો હતો. બાદમાં સ્નેપ ચેટમાં અવાર-નવાર ફોન મેસેજ કરતો હતો અને ગત તા.29-5ના સગીરા પરિવારના બીજા ઘરે જતી હતી ત્યારે રવિરાજસિંહ રસ્તામાં ઉભો હતો અને મોટરસાઈકલમાં બેસાડી કમળશી હાઈસ્કૂલની પાછળની જગ્યાએ લઇ જઈ શરીરે અડપલાં કર્યા હતા ત્યારે તેના ફોનમાં કોઈ પોલીસવાળાના ફોન આવતા હોવાથી તે શિવાજી ચોક પાસે સગીરાને ઉતારી ચાલ્યો ગયો હતો.
બળજબરી પૂર્વક શરીર સબંધ પણ બાંધ્યો હતો
સગીરાને પરિવારજનો જોઈ જતા પુછપરછ કરતા સગીરાએ સમગ્ર હકીકત જણાવતા કહ્યું હતું કે, ચારેક મહિનાથી રવિરાજસિંહ પોલીસ વાળો ધમકીઓ મારી હેરાન પરેશાન કરતો હોય અને મારી સાથે એક વખત બળજબરી પૂર્વક શરીર સબંધ પણ બાંધ્યો હતો. સગીરાની વાત સાંભળી પરિવાર પોલીસ મથકે પહોંચી કોન્સ્ટેબલ રવિરાજસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસમેનની કાયદેસરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ મહિલા પોલીસ મથકના પીઆઈ જે.આર.સરવૈયા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબે ફાયર આર્મ સાથે ઝડપાયેલા સાજીદ કચરાનો હથિયારના કેસમાં નિર્દોષ છુટકારો
May 31, 2025 02:38 PMઓખા-ભાવનગર-ઓખા એક્સ. ટ્રેનમાં થર્ડ એસી કોચની સુવિધા
May 31, 2025 02:37 PMજીરાની ખરીદીના 17.19 કરોડ ઓળવી જવા અંગે પકડાયેલા બે આરોપીના જામીન મંજૂર
May 31, 2025 02:34 PMછેતરપિંડીનો નવો કીમિયો: આ સ્કીમના નામે 2 કરોડની છેતરપિંડી, વાંચો શું છે સમગ્ર મામલો?
May 31, 2025 02:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech