ઓખા-ભાવનગર-ઓખા એક્સ. ટ્રેનમાં થર્ડ એસી કોચની સુવિધા

  • May 31, 2025 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલ્વે વહીવટીતંત્રે ઓખાથી રોજ બપોરે 3-25 વાગે ઉપડતી અને ભાવનગર થી રોજ રાતે 10-10વાગે ઉપડતી ટ્રેન નં. ૧૯૨૧૦/ ૧૯૨૦૯ ઓખા- ભાવનગર- એક્સપ્રેસમાં હંગામી ધોરણે એક થર્ડ એસી કોચ સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. જેમાં ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા- ભાવનગર એક્સપ્રેસમાં ૩. ૬. ૨૦૨૫થી ૩. ૧૨. ૨૦૨૫ સુધી એક થર્ડ એસી કોચ તેમજ વળતા નંબર ૧૯૨૦૯ ભાવનગર- ઓખા એક્સપ્રેસમાં૨. ૬. ૨૦૨૫ થી ૨. ૧૨. ૨૦૨૫ સુધી ટ્રેન એક થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે.


બોક્ષ

4 અને 11 જૂનની વૈષ્ણો દેવી, ગાંધીનગર ઇન્ટરસિટી એક્સ્પ્રેસ ટ્રેનો મોડી ઉપડશે

રાજકોટ ડિવિઝનના રાજકોટ- બિલેશ્વર સેક્શનમાં આવેલા બ્રિજ નંબર 225 ના ગર્ડર ફરીથી લગાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવનાર છે.આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તેમાં ટ્રેન નંબર 12477 જામનગર- શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ 04 અને 11 જૂનના રોજ જામનગરથી તેના નિર્ધારિત સમય 08:30 વાગ્યાને બદલે 2 કલાક મોડી એટલે કે 10:30 વાગ્યે ઉપડશે. આ ઉપરાંત ટ્રેન નંબર 19120 વેરાવળ- ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 04 અને 11 જૂનના રોજ વેરાવળથી તેના નિર્ધારિત સમય 7:30 વાગ્યાને બદલે 1 કલાક 15 મિનિટ મોડી એટલે કે 8:45 વાગ્યે ઉપડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application