અયોધ્યાના રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દેશભરમાં રામમય માહોલ છે. પ્રાણપ્રતિષ્ઠા દિવસની રામભક્તો રાહ જોઇ રહ્યા છે. ત્યારે અત્યારથી જ રામલલાના દર્શન કરવા અયોધ્યા આવનારા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ભક્તો અહીં આવી ધન્યતા અનુભવી રહ્યા છે. હાલ તો હંગામી મંદિરમાં પણ રામલલાના દર્શન અને પૂજા કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. સાથે જ યથાશક્તિ અનુસાર દાન પણ કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલા જ અયોધ્યા ખાતે રામ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડયું છે. અહીં આવતા રામ ભક્તો દાન પણ આપી રહ્યા છે. ત્યારે હાલમાં ભગવાન રામલલાની દાનપેટીમાં દરરોજ ત્રણથી ચાર લાખનું દાન આવી રહ્યું છે. જો આખા મહિનાની વાત કરવામાં આવે તો આ રકમ 1.5 થી 2 કરોડ રૂપિયા થાય છે. નોંધનીય છે કે, હજુ સુધી ઓનલાઈન દાનની કોઈ ગણતરી કરવામાં આવી નથી. જો ઓનલાઇન દાનની ગણતરી કરવામાં આવે તો દાનનો આ આંક ઘણો જ વધી શકે છે.
અહીં મહત્વની વાત એ છે કે, ભગવાન શ્રીરામલલા તેમના અસ્થાયી મંદિરમાં હોય ત્યારે ભક્તિભાવ સાથે દાન કરનારાઓની આ સ્થિતિ છે. જ્યારે તે પોતાના ભવ્ય મંદિરમાં બિરાજશે, ત્યારે દરરોજ કેટલું દાન આવશે તે કલ્પના કરવી રહી. જો કે મંદિરના નિર્માણ બાદ શ્રદ્ધાળુઓ તરફથી દાન અને પ્રસાદની સંખ્યામાં ચાર ગણો વધારો થશે તે નિશ્ચિતપણે માનવામાં આવે છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, રામમંદિર ખાતે દરરોજ દાન પેટીઓમાં પૈસા જમા થાય છે. જ્યારે દાનપેટી ભરાય જાય છે ત્યારે બાદમાં એકત્ર થયેલા દાનની ગણતરી કરવામાં આવે છે. આ સાથે કાઉન્ટર પર પણ દાન આવી રહ્યું છે. દર મહિને દાનના લગભગ 1.5 કરોડ રૂપિયા આવી રહ્યા છે. દાતાઓની કોઈ કમી નથી. લોકો પોતાની ક્ષમતા મુજબ દાન કરી રહ્યા છે. રોકડ ઉપરાંત વિવિધ ચીજ વસ્તુઓ પણ ભક્તો લાવી રહ્યા છે. રામભક્તો જે કરી રહ્યા છે. તેની કલ્પના થઇ શકતી નથી. ત્યારે રામ મંદિર ખાતે હાલ તો દાનની સરવાણી વહી રહી છે. આગામી સમયમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ અહીં દર્શાનર્થે આવનારા રામ ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે અને આ સાથે રામમિંદરમાં આવતા દાનમાં પણ વધારો થશે તે સ્પષ્ટ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech