ગત વર્ષમાં મોટા પડદા પર ઘણી ફિલ્મોએ ધૂમ મચાવી દર્શકોને મનોરંજન પૂરુ પાડયું હતું. ત્યારે આ નવા વર્ષે નાના પડદા એટલે કે ટેલિવિઝનની વાત કરવામાં આવે તો નવા વર્ષની શરૂઆત સાથે દર્શકો પણ મનોરંજનના નવા ડોઝની રાહ જોઈ રહ્યા છે. રિયાલિટી શો હોય કે રોમેન્ટિક ડ્રામા, પૌરાણિક કથાઓ હોય કે ક્રાઈમ શો દર્શકોને પસંદ પડવું મહત્વનું બની રહે છે. ત્યારે આપણે વર્ષ 2024ની શરૂઆતમાં દર્શકોને મળવાના મનોરંજનના ડોઝ વિશે વાત કરીશું.
મેરા બાલમ થાનેદાર
રાજસ્થાનની પૃષ્ઠભૂમિ પર આધારિત મેરા બાલમ થાનેદાર એ વીરની વાર્તા છે. જે એક આઇપીએસ અધિકારી છે. જે અજાણતા એક સગીર વયની યુવતી સાથે લગ્ન કરે છે. શગુન પાંડે અને શ્રુતિ ચૌધરીની નવી સીરિયલ 'મેરા બાલમ થાનેદાર'નો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે. આ શો આજથી શરૂ થવા જઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે શ્રુતિ ચૌધરી મેરા બાલમ થાનેદારમાં બુલબુલનો રોલ કરી રહી છે.
શ્રીમદ રામાયણ
કહેવાની જરૂર નથી કે શ્રીમદ રામાયણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પર આધારિત છે. જેમને શૌર્યનું પ્રતિક માનવામાં આવે છે. શ્રીમદ રામાયણ શીર્ષક સૂચવે છે તેમ ભગવાન રામની વાર્તાને તેના મૂળ સ્વરૂપમાં સ્ક્રીન પર લાવવાનો પ્રયાસ છે. શ્રીમદ રામાયણ શો સોની ટીવી પર પ્રસારિત થવાને માત્ર બે દિવસ જ થયા છે. જો કે શો શરૂ થાય તે પહેલા જ તેના ઘણા પ્રોમો રિલીઝ કરવામાં આવ્યા હતા અને શોની સ્ટાર કાસ્ટ અંગે પણ ખુલાસો કરવામાં આવ્યો હતો.
મહેંદીવાલા ઘર
સોની ટીવી પર પ્રસારિત થવા જઇ રહેલો શો 'મહેંદી વાલા ઘર' એક સામાજિક ડ્રામા છે. આ શો 22મી જાન્યુઆરીએ શરૂ થઈ રહ્યો છે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનો આ બીજો નવો શો છે. ખેર આ શો સામાન્ય રીતે સંયુક્ત કુટુંબમાં એક છત નીચે સાથે રહેતા વિવિધ પેઢીઓના જીવન સંકળાયેલો છે. આ શોના કેટલાક પ્રોમો રિલીઝ થઇ ગયા છે. એક છત નીચે સંયુક્ત પરિવારની અલગ-અલગ પેઢીને રજૂ કરવા માટે આ શોમાં ટેલિવિઝનના ઘણા કલાકરો એકસાથે જોવા મળશે. સિરિયલ યેહ રિશ્તા કયા કહેલાતામાં નૈતિકનું પાત્ર ભજવી ચૂકેલા કરણ મહેરા પણ આ સિરિયલમાં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech