ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે તાજેતરની ICC મહિલા T20 રેન્કિંગમાં સુધારો કર્યો છે. તે ત્રણ સ્થાન આગળ વધીને 13મા સ્થાને પહોંચી ગઈ છે. બેટ્સમેનોની T20 રેન્કિંગમાં સ્મૃતિ મંધાના હજુ પણ પાંચમા સ્થાને છે. હરમનપ્રીત કૌરે બાંગ્લાદેશ સામેની તાજેતરની સિરીઝમાં સારી બેટિંગ કરી હતી અને 105 રન બનાવ્યા હતા. ભારતે આ સિરીઝમાં બાંગ્લાદેશને હરાવી દીધું હતું.
ટોપ-10 બેટ્સમેનોમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય છે. ઓસ્ટ્રેલિયાની બેથ મૂની પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની તાહિલા મેકગ્રા બીજા સ્થાને છે. શેફાલી વર્માને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે અને તે 15માં સ્થાને આવી ગઈ છે. આ સિવાય રિચા ઘોષ બે સ્થાન ઉપર ચઢીને 23મા સ્થાને પહોંચી ગઈ છે. તેણે બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં 28 રનની અણનમ ઇનિંગ રમી હતી.
રાધા યાદવ અને તિતાસ સાધુએ બોલિંગ રેન્કિંગમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં યાદવ સાત સ્થાન આગળ વધીને 23મા અને સાધુ 18 સ્થાન આગળ વધીને 60મા ક્રમે છે. દરમિયાન, પાકિસ્તાન સાથેની ટક્કર બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓની રેન્કિંગમાં ઉછાળો આવ્યો હતો. બર્મિંગહામમાં તેની 49 રનની ઈનિંગ બાદ, કેપ્ટન હીથર નાઈટ T20 બેટ્સમેનોની રેન્કિંગમાં ચાર સ્થાન આગળ વધીને 18માં સ્થાને પહોંચી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech