જુદા-જુદા સ્થળે ડાન્સ-ડાઇનના યોજાયા કાર્યક્રમો: કડકડતી ઠંડીને ભુલીને યુવાનો-યુવતિઓએ થર્ટીફર્સ્ટની ઉજવણીમાં લીધો ભાગ: પાછલા વર્ષ કરતા આ વખતે ઉજવણીના કાર્યક્રમોમાં નોંધપાત્ર ઘટાડો: પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત
2024ના વર્ષને બાય-બાય કરવા અને 2025ના નવા વર્ષની વધામણી કરવા માટે જામનગર સહિત સમગ્ર હાલારમાં ખાસ કરીને યુવા હૈયાઓએ ધમાકેદાર વેલકમ કર્યુ હતું, રાત્રીના 12 વાગ્યે ભવ્ય આતશબાજી પણ યોજાઇ હતી, થર્ટીફર્સ્ટની ઉજવણીમાં બાળકોથી લઇને મોટેરાઓએ પણ ભાગ લીધો હતો અને નવા વર્ષની વધામણીની મીઠાઇ પણ ખવડાવી હતી, 2024ના વર્ષને વિદાઇ આપવા અને 2025ના વર્ષને વધાવવા ડાન્સ, ડીજે, ભોજન સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.
જામનગર શહેરમાં મઘ્યમાં ટાઉનહોલ, કેશવારાસ સહિતના અનેક હોટલો અને પાર્ટી પ્લોટમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતાં, પરંતુ દરવખતની જેમ આ વર્ષે જેટલી હાજરી થવી જોઇએ તેટલી થઇ ન હતી અને કાર્યક્રમોમાં પાંખી હાજરી જોવા મળી હતી, લોકો એપાર્ટમેન્ટની અગાસી અને આજુબાજુના પ્લોટમાં પણ જમણવાર સહિતના કાર્યક્રમો રાખીને ડીજેના સથવારે ડાન્સ પણ કયર્િ હતાં અને બરોબર 12 વાગ્યે અનેક સ્થળોએ ભવ્ય આતશબાજીના કાર્યક્રમો યોજાયા હતાં, કયાંક કેટ કટીંગ તો કયાંક સંગીતના કાર્યક્રમો પણ યોજાયા હતાં.
2024 વર્ષની છેલ્લી બે કલાક લોકોએ મન મુકીને માણી હતી અને સંગીત સાથે આ વર્ષને વિદાઇ આપી હતી, જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં નવા વર્ષની વધામણી થઇ હતી, એટલું જ નહીં રજાઓના દિવસોમાં દ્વારકામાં પણ કૃષ્ણભકતોએ ઉજવણી કરી હતી, ઉપરાંત ખંભાળીયા, જામજોધપુર, ભાણવડ, કાલાવડ, ધ્રોલ, જોડીયા, સલાયા, જામરાવલ, ભાટીયા સહિતના ગામોમાં પણ ઠેર-ઠેર ઉજવણી થઇ હતી. ઠંડીમાં કેટલાક સ્થળોએ પાર્ટીનો દૌર જામ્યો હતો.
જામનગર શહેર અને જિલ્લામાં કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા તેમના સ્ટાફે સમર્પણ હોસ્પિટલ, ખીજડીયા બાયપાસ, હાપા અને ઠેબા ચોકડી વિસ્તારોમાં સતત ચેકીંગ કર્યુ હતું અને અનેક વાહનો તપાસ્યા હતાં.
નવું વર્ષ શ થઇ ચૂકયું છે ત્યારે જામનગરમાં રાત્રીના 1 વાગ્યા સુધી જાણે કે દિવાળીનો માહોલ હોય એવા દ્રશ્યો સજાયર્િ હતાં, મોટાભાગના લોકોએ ઠંડીને કારણે એપાર્ટમેન્ટની અગાસી અને આજુબાજુની અગાસીમાં નવા વર્ષને વધાવવા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, ઉપરાંત કયાંક-કયાંક નાના-મોટા ભોજન સમારંભમાં ગુજરાતી વાનગી પણ પીરસવામાં આવી હતી. 2024ના વર્ષને હવે વિદાઇ આપવામાં આવી છે ત્યારે ગઇકાલે કડકડતી ઠંડીમાં પણ લોકોએ નવા વર્ષના વધામણા કયર્િ હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર નજીક બે ગોઝારા અકસ્માતમાં યુવાન સહિત બે ના મોત
April 16, 2025 06:17 PMતાલાળા ગીરની કેસર કેરીની જામનગરમાં આવક શરૂ: પેટીના રૂ. ૧૦૦૦ થી ૧૨૦૦
April 16, 2025 06:11 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech