તાલાળા ગીરની કેસર કેરીની જામનગરમાં આવક શરૂ: પેટીના રૂ. ૧૦૦૦ થી ૧૨૦૦

  • April 16, 2025 06:02 PM 


ફળોના રાજા કેરીનું આમ તો ત્રણ મહિના પહેલેથી જામનગરમાં આગમન થઇ ચૂક્યું છે, હાફૂસ ઘણા સમયથી માર્કેટ છે, પરંતુ જેની કેરીના શોખીનો રાહ જોઇ રહ્યા હતા એ તલાલા ગીરની કેસર કેરીનું જામનગરમાં આગમન થઇ ચૂક્યું છે, આજે પ૦૦ થી ૬૦૦ પેટી આવક થઇ છે અને આગામી દિવસોમાં આવક વધશે, એવું જથ્થાબંધ કેરીના વેપારી મુકેશ ગોકલદાસ લાલવાણી કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે, હાલમાં ૧૦ કિલોની પેટીનો ભાવ રૂ. ૧૦૦૦ થી લઇને ૧રપ૦ સુધી છે. 


કેરી બધાનું પ્રિય ફળ છે, ગ્રીષ્મ ઋતુમાં લોકો વધુને વધુ કેરી ખાવાનું પસંદ કરે છે, સામાન્ય રીતે મે, જુન મહિનામાં કેરીની મબલખ આવક થતી હોય છે, જો કે છેલ્લા કેટલાક સમયથી પાક-પાણીનું ચિત્ર અને હવામાન બદલાવાના કારણે ફળો પણ તેના સમય કરતા વહેલા આવતા થઇ ગયા છે.


દાખલા તરીકે દેવગઢની હાફૂસ કેરીની આવક જાન્યુઆરી માસથી શ‚ થઇ ગઇ હતી, તેમ ફળફ્રુટના વેપારી નિલેશભાઇ દામાએ જણાવ્યું હતું, એમને કહ્યું હતું કે, રત્નાગીરીની હાફુસ બે માસથી આવી ગઇ છે, જ્યારે બેંગ્લોરની હાફુસ કેરી એક સપ્તાહથી આવતી થઇ છે, આમ હાફુસ તો ઘણાં સમયથી મળતી થઇ હતી.


પરંતુ કેરીમાં ખાસ કરીને તલાલા ગીરની કેસર કેરીનો સ્વાદ જેમની ડાઢમાં વધુ રહે છે, એવા કેરીના શોખીનો ગીરની કેરીનો ઇન્તેજાર કરી રહ્યા હતા, મુકેશભાઇ લાલવાણીએ આજકાલને જણાવ્યું હતું કે, આજથી પ૦૦ થી ૬૦૦ જેટલી તલાલા ગીરની કેસર કેરીનું આગમન ચાલું થયું છે, આજના દિવસે પેટીનો ભાવ રૂ​​​​​​​. ૧૦૦૦ થી રૂ​​​​​​​. ૧રપ૦ છે અને સમય જતાં કેરીની આવકમાં વધારો થશે.


આમ તો ઘણાં પ્રકારની કેરીઓ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેમાં હાફુસ, બદામ, લંગડો અને સૌથી ફેવરીટ એવી કેસર કેરી છે, કચ્છની કેસર કેરીનું પણ વ્હેલું આગમન થઇ ચૂક્યું છે, જો કે ભાવની દ્રષ્ટિએ સૌથી વધુ મોંઘી દેવગઢની હાફુસ છે, જેનો ભાવ કિલોના રૂ​​​​​​​. ૩૦૦ જેટલો છે, જ્યારે બીજા નંબરે રત્નાગીરીની હાફુસ છે અને બેંગ્લોરની હાફુસ કેરીનો ભાવ કિલોના રૂ​​​​​​​. ૧ર૦ થી રૂ​​​​​​​. ૧પ૦ સુધી છે.


તલાલા ગીરની કેસર સ્વાદશોખીનો માટે સૌથી પ્રિય રહે છે અને આ ફળ અન્ય કેરી કરતાં મોટું પણ હોય છે, જો કે કેરીના જાણકારો એવું પણ કહે છે કે, વાસ્તવમાં તલાલા ગીરની કેસર કેરીનો સાચો સ્વાદ મે મહિનામાં આવે છે અને એ સમયે જ આવક પણ વધુ થાય છે. ટુંકમાં ફળોની બજારમાં હવે ચોમાસા સુધી કેરીનો રાજ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application