અમરેલીના શ્યામનગર પાસે ઈકોચાલકે બાઇકને ઠોકરે લેતા ઘવાયેલા બાઈક ચાલક યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેમનું મોત નીપયું છે. બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઈ છે.
પ્રા વિગત મુજબ અમરેલીના માણેકવાડામાં રહેતા હિતેષભાઇ વલ્લભભાઈ ટાંક (ઉ.વ.૩૫) નામના યુવક બે દિવસ પૂર્વે સાંજે આઠેક વાગ્યે મોટરસાઇકલ લઇને અમરેલીથી માણેકવાડા જઈ રહ્યા હતા ત્યારે શ્યામનગર પાસે પુરપાટ ઝડપે આવતી ઇકોકારએ બાઇકને અડફેટે લેતા યુવક રોડ પર ફંગોળાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી પ્રથમ અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે અમરેલી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર હિતેષભાઇ બે ભાઈ એક બહેનમાં મોટા હતા અને સંતાનમાં બે પુત્ર છે. પોતે માટલા વેંચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તા.૪ના પોતે મોટરસાઇકલ લઈને અમરેલી કરિયાણું લેવા માટે ગયા હતા માલ સામાન લઇ પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે અમરેલી પોલીસે ઇકો ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech