અમેરિકન શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. ટેરિફ અને મંદીના ભય વચ્ચે ડાઉ જોન્સ 1600 પોઈન્ટ ઘટ્યો છે, જ્યારે નાસ્ડેક અને એસએન્ડપીમાં 4%નો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાને કારણે વૈશ્વિક બજારોમાં પણ ગભરાટ ફેલાયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મુખ્ય વેપાર ભાગીદારો પર આકરા ટેરિફ લાદવાની જાહેરાત બાદ સોમવારે (7 એપ્રિલ) અમેરિકી શેરબજારમાં સતત ત્રીજા દિવસે ભારે ઘટાડો નોંધાયો હતો. બજારમાં વધી રહેલી અશાંતિ છતાં, વ્હાઇટ હાઉસે ટેરિફના નિર્ણય પર મક્કમતા દર્શાવી હતી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજને ઇતિહાસમાં પ્રથમ વખત સતત 1600 પોઇન્ટથી વધુનું નુકસાન થયું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ટેરિફને કારણે અમેરિકન શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એશિયન અને યુરોપિયન બજારોમાં ઘટાડા બાદ હવે અમેરિકન શેરબજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
હાલમાં ડાઉ જોન્સ ઇન્ડેક્સ 870 પોઈન્ટ અથવા 2.27% ઘટીને 37,443 પર ટ્રેડ થઈ રહ્યો છે. શરૂઆતના વેપારમાં તે 1,400 પોઈન્ટ (3.5%) ઘટ્યો હતો. ગયા અઠવાડિયાના છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં ડાઉ જોન્સ 9%થી વધુ ઘટ્યો હતો. તેનો અર્થ એ કે ડાઉ જોન્સ સતત ત્રણ ટ્રેડિંગ દિવસોમાં લગભગ 11% ઘટ્યો છે.
તે જ સમયે આજે અમેરિકન બજારનો S&P 500 ઇન્ડેક્સ 72 પોઈન્ટ અથવા 1.43% ઘટીને 5,000ના સ્તર પર આવી ગયો છે. નાસ્ડેક કમ્પોઝિટ 180 પોઈન્ટ અથવા 1.20% ઘટીને 15,400 પર ટ્રેડ થઈ રહ્યો હતો. Nvidia, Apple, Nike, Home Depot અને Intel જેવી કંપનીઓના શેરમાં 5% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech