પોરબંદરના વિદ્યાર્થીઓ મોટા શહેરમાં અભ્યાસ અર્થે જાય ત્યારે અમુક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે પોરબંદર એકેડમીક એસોસિએશનના સભ્યોએ વડોદરા ખાતે યોજાયેલ ફેડરેશન ઓફ એકેડમી એસોસિએશન ની બેઠકમાં હાજરી આપી હતી અને આ સમસ્યા વર્ણવતા તેના નિરાકરણ માટેની ખાતરી અપાઇ હતી
પોરબંદર એકેડમીક એસોસિએસન છેલ્લા ૪ વર્ષ થી પોરબંદર શહેર ના શેક્ષણિક વિકાસ માટે સતત પ્રયત્નો કરી રહી છે, તેમાં હાલ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા ગીતા એન ચંદાણી અને વાઈસ પ્રેસિડેન્ટ પ્રોફ. વિપુલ દાશાણી ના માર્ગદર્શન હેઠળ પોરબંદર એકેડમિક એસોસિએશન એ ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ કરી છે જેમ કે બ્લડ ડોનસન કેમ્પ, વૃક્ષારોપણ, અનેક વિષયો પર ક્વિઝ કોમ્પિટિશન, ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ વગેરે જેવી પ્રવૃત્તિઓ યોજે છે. .ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએસન દ્વારા જનરલ મીટિંગ રાખવામાં આવેલ હતી જેમાં અનેક શહેરો માં શેક્ષણિક કાર્યક્રમ માં આવતા અડચણોનો ઉપાય કેવી રીતે મેળવવુ, એક બીજા શહેરી શિક્ષકો કેવી રીતે મદદરૂપ થઈ શકે વગેરે જેવી બાબતો ના નિરાકરણ વિસે વડોદરા ખાતે ધ્રોણ ક્ધસલ્ટન્સી ના સહયોગ થી યોજવામાં આવેલ હતી જેમાં પોરબંદર એકેડમિક એસોસિએશન ના જનરલ સેક્રેટરી તથા ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએસન ના ડીસ્ટ્રીકટ સેક્રેટરી કુનાલ ચંદારાણા , પોરબંદર એકેડમીક એસોસિએસન માં ટ્રેઝરર અને ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએસન ના ડિસ્ટ્રિક્ટ જોઇન્ટ સેક્રેટરી પ્રોફ. આકિબ આર હામદાણી, તથા પોરબંદર એકેડમિક એસોસિએશન ના અન્ય સભ્યો મિત્રોહાજરી આપનાર હેન્સ પાંજરી, જિજ્ઞેશગીરી ગૌસ્વામી તથા નિલેશ ચંદાણી ઉપસ્થિત રહિયા હતા, અને પોરબંદર શહેર માં શેક્ષણિક લેવલે કેવી રીતે ગુણવત્તા માં વધારો કરવું, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને જે પડકારો નો સામનો કરવો પડે છે તેનું નિવારણ કેવી રીતે લાવવું તે મુદ્દાઓ પર ગંભીર ચર્ચા વિચારણાઓ કરી ને નિવારણ લાવાનું પ્રયત્ન કરેલ હતું જેથી પોરબંદર શહેર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ઓછા માં ઓછી સમસ્યા આવે અને સારા માં સારું શિક્ષણ પોરબંદર શહેર માં જ પોરબંદર શહેર નાજ નિષ્ણાંત શિક્ષકો દ્વારા મળી રહે તેના પર ધ્યાન દોર્યું છે જેથી વિદ્યાર્થીઓ ને ફૂલ ડે શાળા માં બંધાયેલું ના રહેવું પડે અને શાળા પછી ગુણવકતા યુક્ત શિક્ષણ મળી રહે. વધારે માં વિદ્યાર્થીઓ ના હિત માં પોરબંદર એકેડમીક એસોસિએસન ના સભ્યો દ્વારા બે રજૂઆતો પણ કરવામાં આવી હતી. પોરબંદર શહેર માંથી ઉચ્ચ અભ્યાસ માટે મોટા શહેરો જેવાકે અમદાવાદ, વડોદરા, સુરત માં જતા વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સહાય જે તે શહેર ના એકેડમીક એસોસિએસન દ્વારા આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓ ને મુસ્કેલીઓ નો સામનો ના કરવો પડે અને જરૂર પડે ત્યારે સભ્યો મિત્રો મદદ રૂપ રહે, જેમાં ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએસન એ પોતાની સહમતિ આપી છે .મધ્યમ વર્ગ ના વિદ્યાર્થીઓ કે જેમને મોટા શહેર માં અભ્યાસ દરમિયાન ઇન્ટર્નશિપ માંટે કંપનીઓ સૂચવે, ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએસન ના સભ્યો મિત્રો તેમના સંપર્ક માં રહેલ ૨૦૦૦ થી વધુ કંપનીઓ માં પોતાનું રેફરન્સ આપસે તેવી સહમતી આપી હતી. સાથે સાથે ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએસન ના પ્રેસિડેન્ટ હેમાંગ રાવલ એ પણ ખાતરી આપી કે કાયદા નું ઉલ્લંઘન કરનારી શાળાઓ સામે પણ જરૂરત પડે તો કાયદેસર ના પગલાં ભરવામાં આવશે. આશા છે કે પોરબંદર એકેડમિક એસોસિએશન ના આ સભ્યો મિત્રો ની ચર્ચા વિચારણા થી પોરબંદર શહેર ના વિદ્યાર્થીઓ ને મહત્તમ ફાયદો મળી રહે તેવું આયોજન હાથ ધરવામાં આવશે તેમ ખાતરી અપાય છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech