જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની ૧૫૫ જેટલા જર્જરીત મકાનોને સેઈફ સ્ટેજે લઈ જવા માટે રી-સર્વેની કામગીરી પૂરજોશમાં
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરની જર્જરીત ઇમારતો કે જેને સિફ સ્ટેજે લઈ જવા અથવા તો દૂર કરવા માટેની તાકીદની કાર્યવાહી ચાલી રહી છે, અને આવા તમામ જર્જરીત મકાનો વગેરેની રી-સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, આસી. મ્યુનિ કમિંશનર ભાવેશ જાની ના માર્ગદર્શન હેઠળ ટીપીઓ શાખા ના ઇજનેર ઊર્મિલ દેસાઈ તેમજ અનિલ ભટ્ટની રાહબરી હેઠળ અલગ અલગ છ ટીમો બનાવી છે, અને ખાસ કરીને જૂના જામનગરના શહેરી વિસ્તારમાં તમામ ટુકડીઓને તાત્કાલિક અસરથી દોડતી કરી દેવાઇ છે.
ગત વર્ષ ની સરખામણીએ ૨૦૮ જર્જરી મકાનો કે જેના માલિકો વગેરેને પોતાની મિલકતો સેઈફ સ્ટેજે લઈ જવા માટે ની સૂચના અપાઇ હતી, અને તે પૈકી કુલ ૬૧ મકાનો રિપેર કરી લેવામાં આવ્યા છે, જયારે ૧૪૭ મિલકતો હજુ જર્જરીત અવસ્થામાં છે, તે તમામ મિલકત ધારકોને સર્વે દરમિયાન ફરીથી નોટિસ પાઠવવામાં આવી છે, અને ચોમાસાની સિઝન પહેલા જ પોતાની મિલકતોને સેઇફ સ્ટેજે લઈ જવા અથવા તાત્કાલિક રીપેર કરવા અને જરૂર પડે તો તોડી પાડવા માટેની આખરી મહેતલ આપી દેવામાં આવી છે.
હાલ સર્વે ચાલી રહ્યું છે, જેમાં આઠ નવી મિલકતો એવી જોવા મળી હતી, કે જે જર્જરિત અવસ્થામાં છે, તેના માલિકોને પણ નોટિસ પાઠવી દેવામાં આવી છે. તાજેતરમાં વોર્ડ નંબર ૧૦ માં એક મકાનની બાલકની નો હિસ્સો ખૂબ જ જર્જરીત બની ગયો હોવાથી એસ્ટેટ શાખાની ટુકડીને દોડતી કરાવાઇ હતી, અને તાત્કાલિક અસરથી મુખ્ય રોડ પર નો વાહન વ્યવહાર બંધ કરી દઈ ઉપરોક્ત જર્જરીત બાલકની નો હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો. જ્યારે બાકીના અન્ય મકાનને સેઇફ સ્ટેજે લઈ જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
આગામી દિવસોમાં જોખમી મકાનો કે જેની મરામતની કાર્યવાહી હાથ નહિ ધરી લેવાય તો જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા ચોમાસા પહેલાં આવા ભયજનક મકાનોને દૂર કરી લેવા માટે ની કાર્યવાહી હાથ ધરી લેવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech