ગુજરાતના સુરત શહેરમાં સામુહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતી પર દુષ્કર્મ ગુજારનાર બીજું કોઈ નહીં પણ વોર્ડનો ભાજપનો જ મહામંત્રી નીકળ્યો છે. ભાજપનો મહામંત્રી યુવતીને પહેલા કેફી પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં હોટલ લઈ ગયો હતો. જોકે હોટલમાં તેનો મિત્ર અગાઉથી જ હાજર હતો. પછી બન્નેએ વારાફરતી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે સુરત શહેર ભાજપ પ્રમુખે ભાજપના આ મહામંત્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના વેડરોડની રહેવાસી 23 વર્ષીય યુવતી પોતાના નિત્યક્રમ મુજબ બજારમાં ગઈ હતી. ત્યારે ત્યાં તેના ઓળખીતા યુવક આદિત્ય ઉપાધ્યાય સાથે મુલાકાત થઈ હતી. આદિત્ય ઉપાધ્યાય ભાજપના વોર્ડ નંબર 8નો મહામંત્રી તરીકે કાર્યરત હતો. તેણે યુવતીને વાતચીતના બહાને પોતાની કારમાં બેસાડીને બહાર લઈ ગયો હતો.
આદિત્ય યુવતીને હોટલમાં લઈ ગયો
આદિત્યએ તેણે કારમાં કેફી પીણું પીવડાવ્યું હતું, જેથી થોડી ક્ષણોમાં જ યુવતી અર્ધબેભાન થઈ ગઈ હતી. આદિત્ય ઉપાધ્યાય પછી યુવતીને જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેનો એક મિત્ર ગૌરવસિંહ રાજપૂત પણ હાજર હતો. અહીં બંને આરોપીએ હોટલના રૂમમાં યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ આચરી યુવતીને તેના ઘર નજીક છોડી દીધી
ઘટનાની બીભત્સતા એ હતી કે દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડીને તેના ઘર નજીક છોડી દીધી હતી, જોકે ભાનમાં આવ્યા બાદ યુવતીએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની વિગતો આપી હતી. સુરત પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ ચલાવી આરોપી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતને ઝડપી લીધા છે. બંને સામે સખત કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સુરતમાં ભારે ચર્ચા થવા લાગતાં સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે તુરંત જ પગલાં લેતાં આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.
પોલીસે CCTV મેળવવા સહિતની દિશામાં તપાસ તેજ કરી
હાલ સુરત પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ, કારની વિગત, કોલ રેકોર્ડ અને યુવતીનાં નિવેદનોના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આરોપીઓ રિમાન્ડ મેળવવામાં આવશે, જેથી વધુ ખુલાસા થાય એવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech