જો પાંચ વર્ષ સુધી ઈપીએફ માં યોગદાન આપ્યા પછી રકમ ઉપાડી લો છો, તો ઈપીએફ ખાતાધારકે કોઈ ટેકસ ચૂકવવો પડતો નથી. હવે, આ ૫ વર્ષેામાં તમે એક કંપનીમાં કામ કયુ છે કે એક કરતાં વધારે કામ કયુ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ, જો તમે ૫ વર્ષ સુધી કામ ન કયુ હોય અને ખાતામાં જમા થયેલી રકમ ઉપાડી લો તો તમારે ટેકસ ચૂકવવો પડશે.જે કંપની ૨૦ કે તેથી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે તેણે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફડં ઓર્ગેનાઈઝેશનમાં નોંધણી કરાવવી જરી છે.આ જ કારણ છે કે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મોટાભાગના લોકોના પીએફ ખાતામાંથી કાપવામાં આવે છે. ઘણા કર્મચારીઓ માને છે કે ઈપીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા પર કોઈ ટેકસ ચૂકવવો પડતો નથી. પરંતુ, આ સંપૂર્ણ રીતે સાચું નથી. કેટલાક સંજોગોમાં તમારે ઉપાડ પર ટેકસ ચૂકવવો પડી શકે છે.
ચોક્કસ સંજોગોમાં, પાંચ વર્ષ પહેલાં ઉપાડ પર પણ કર મુકિત ઉપલબ્ધ છે. જેમ કે કર્મચારીની ખરાબ તબિયતને કારણે નોકરી ગુમાવવી, એમ્પ્લોયરનો ધંધો બધં થઈ જવો અથવા અન્ય કારણો જેના માટે તે બિલકુલ જવાબદાર નથી.જો તમે પાંચ વર્ષ પહેલા પૈસા ઉપાડો છો, તો તમારે ટેકસ ચૂકવવો પડશે. જે વર્ષમાં તમે પીએફ ખાતામાંથી મૂડી ઉપાડી હશે તે વર્ષમાં તમારે આ ટેકસ ચૂકવવો પડશે. ધારો કે કોઈ વ્યકિતએ ૨૦૨૧–૨૨માં પીએફમાં જમા કરવાનું શ કયુ અને ૨૦૨૪–૨૫માં ઈપીએફમાં જમા થયેલી રકમ ઉપાડવા માંગે છે, તો તેણે વર્ષ ૨૦૨૪–૨૫માં ટેકસ ચૂકવવો પડશે. સબસ્ક્રાઇબરનું પાન કાર્ડ લિંક ન હોય , તો ૨૦ ટકા ટીડીએસ કપાય, જો ૫ વર્ષ પહેલા ઉપાડ કરવામાં આવે તો તે કરપાત્ર બને છે. જો પ્રોવિડન્ટ ફંડમાંથી ૫ વર્ષ પહેલા પૈસા ઉપાડવામાં આવે છે અને સબસ્ક્રાઇબરનું પાન કાર્ડ લિંક નથી, તો ૨૦ ટકા કાપવામાં આવશે. જો તમાં પીએફ એકાઉન્ટ પાન સાથે લિંક હશે તો ટીડીએસ ૧૦ ટકાના દરે કાપવામાં આવશે. જો ઈપીએફમાં જમા રકમ ૫૦ હજાર પિયાથી ઓછી છે તો તમારે ટીડીએસ ચૂકવવો પડશે નહીં. જો તમારી આવક કરપાત્ર મર્યાદા કરતા ઓછી છે તો તમે ફોર્મ ૧૫જી અથવા ૧૫એચ સબમિટ કરીને ટીડીએસ ટાળી શકાય છે.
સ્લેબ પ્રમાણે થાય છે ટેકસની ગણતરી
જે વર્ષમાં પીએફમાં યોગદાન આપો છો તે વર્ષમાં તમારી કુલ આવક પર લાગુ થતા ટેકસ સ્લેબ પ્રમાણે ટેકસની ગણતરી કરવામાં આવશે. પીએફમાં જમા રકમના ચાર ભાગ હોય છે, કર્મચારીનું યોગદાન, એમ્પ્લોયરનું યોગદાન, એમ્પ્લોયરના યોગદાન પરનું વ્યાજ અને કર્મચારીના યોગદાન પરનું વ્યાજ. જો પીએફમાં જમા રકમ ૫ વર્ષ પહેલા ઉપાડી લેવામાં આવે તો ચારેય ભાગો પર ટેકસ લાગે છે. કર્મચારીના યોગદાન પરની કર જવાબદારી મુખ્યત્વે બે બાબતો પર આધારિત છે. જો કર્મચારી તેના યોગદાન પર એસઓસી હેઠળ કપાતનો લાભ મેળવે છે, તો તેનું યોગદાન કરપાત્ર હશે. તેમના યોગદાનને પગારનો ભાગ ગણવામાં આવશે. પરંતુ જો એસઓસી હેઠળ કપાતનો લાભ ન મળે, તો કર્મચારીનું યોગદાન કરના દાયરામાં આવશે નહીં. એમ્પ્લોયરનું યોગદાન અને તેના પર મળતા વ્યાજને પગારનો ભાગ ગણવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech