પોરબંદરના મોલમાં કામ કરતી મહિલા કર્મચારીઓની પોલીસે લીધી મુલાકાત

  • June 06, 2025 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં મોલમાં કામ કરતી યુવતીઓ અને મહિલાઓની મહિલા પોલીસ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને કોઈ હેરાન કરતા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવા અપીલ થઈ હતી.
પોરબંદર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કમલાબાગ વિસ્તારના વી-માર્ટ મોલમાં નોકરી કરતી બહેનો અને યુવતીઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી.
બહેનો નોકરીથી છુટી ઘરે જતા હોય ત્યારે રસ્તામાં કોઈ પરેશાન કરે, ઘરેલુ હિંસા, કોઈ શારીરિક કે માનસિક ત્રાસઆપતું હોય તો નિ:સંકોચ પણે મહિલા હેલ્પલાઇન ૧૮૧ ની મદદ લઇ શકો છો તેમજ સાયબર ફ્રોડ તેમજ સોશ્યિલમીડિયા પર હેરાન ગતિ થતી હોઈ તો ૧૯૩૦ સાયબર હેલ્પલાઈનની પણ મદદ લેવા અને વગેરે વિષે જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપેલ હતુ.કર્મચારીઓએ પણ આ મહત્વના માર્ગદર્શન બદલ મહિલા પોલીસનો આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application