હાલમાં રૈયા રોડ પર બ્રહ્મસમાજ ચોક પાસે માવતરના ઘરે રહેતી શિક્ષિત પરિણીતાએ કોઠારીયા સોલવન્ટ પાસે શુભમ પાર્કમાં રહેતા પતિ અને સાસુ સામે શારીરિક–માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોક પાસે જ્ઞાન જીવન સોસાયટી શેરી નંબર ૨ માં માવતરના ઘરે રહેતી કાજલબેન (ઉ.વ ૨૭) નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ નજીક આવેલા શુભમ પાર્ક શેરી નંબર ૧ માં રહેતા પતિ ધીલન રાજેશભાઈ રાઠોડ અને સાસુ અંજનાબેનના નામ આપ્યા છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે બી.એ સુધીનો અભ્યાસ કર્યેા છે વર્ષ ૨૦૨૧ માં તેના લ ધીલન સાથે થયા હતા. લના બે માસ બાદ જ સાસરીયાઓએ માથાકૂટ શ કરી દીધી હતી. પતિ ઓનલાઈન જુગાર રમવાની ટેવ ધરાવતો હોય જેથી ઘર ખર્ચ માટે પૈસા આપતો નહીં. સાસુ પરિણીતાને કહેતા તારો પતિ ઘર ખર્ચ આપતો નથી. તું મને ગમે ત્યાં નોકરી કરી પૈસાની વ્યવસ્થા કરી આપ આ રીતે વારંવાર મેણાટોણા મારતા હતા. પતિ સામાન્ય બાબતે ઝઘડા કરી વાતચીત બધં કરી દેતો હતો તેમજ આખો દિવસ મોબાઇલમાં જ વ્યસ્ત રહેતો હતો. લના થોડા સમય બાદ સાસુએ તેના તમામ દાગીના સાચવવાના બહાને લઈ લીધા હતા પ્રસગં હોય ત્યારે પણ દાગીના પહેરવા આપતા નહીં આ સ્થિતિમાં પિયરમાંથી સોનાનો ચેન લઈ આવી હતી. જે પ્રસગં પૂરો થયા બાદ લઈ લીધો હતો. પતિએ જાણ બહાર આ ચેન ગીરીવે મૂકી દીધો હતો થોડા સમય બાદ સાસરિયાઓએ દાગીના ગીરવે મૂકી દીધાની જાણ થઈ હતી. પતિ અને સાસુને આ બાબતે પૂછતા કહ્યું હતું કે, લનો ખર્ચ વધારે થઈ ગયો છે અને નવું મકાન લીધું છે એટલે દાગીના ગીરવે મૂકયા છે. આ અમારા પણ દાગીના છે આમાં અમારે તમને કઈં પૂછવાનું ન હોય. એક દિવસ પતિએ લમાં વધારે ખર્ચ થઈ ગયાનું કહી પરિણીતાના પિતા પાસેથી પિયા ૫૦,૦૦૦ મંગાવ્યા હતા. થોડા સમય બાદ પરણીતાના પિતાએ રકમ પરત માંગતા પતિએ સરખો જવાબ આપ્યો ન હતો.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેના પતિ અન્ય મહિલા સાથે ફોનમાં અને મેસેજમાં સંપર્કમાં રહેતો હતો આ બાબતે પુછતા પતિએ ઝઘડો કર્યેા હતો સાસુને જાણ કરતા કહ્યું હતું કે, તું મારા દીકરાને સરખી રીતે સાચવતી નથી એટલે આવું કરે છે. પતિ અને સાસુની હેરાનગતિ વધતી જતા અંતે પરિણીતા માવતરે આવતી રહી હતી. એકાદ બે વખત બંને વચ્ચે સમાધાન માટે મિટિંગ થઈ હતી. પરંતુ સમાધાન ન થતા અંતે તેણે આ ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech