ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપચં અને સભ્ય માટે ઉમેદવારી ફોર્મ ભ૨વાનો આજે અંતિમ દિવસ છે. રાજયની તાલુકા પંચાયતમાં ફોર્મ સ્વિકારની કામગીરીમાં ધસારો રહ્યો હતો.
રાયભરના ૩૩ જિલ્લ ામાં ૮,૦૦૦ થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે બિનરાજકીય પક્ષ ગણાતી ગ્રામ પંચાયતોની ચૂંટણી રસપ્રદ બની રહેશે.
ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થયા બાદ હાલમાં ગ્રામ પંચાયતના સરપચં અને સભ્યના ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ૯મી, સોમવાર સુધી ચાલુ રહેવાની છે. ઉમેદવારી ફોર્મ ભરવાની સામે ફોર્મનું વિતરણ પણ વધારે માત્રામાં થયું હોવાથી અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ધસારો રહેવાની શકયતા રહેલી છે. કેટલીક ગ્રામ પંચાયતમાં સભ્યોની પેટા ચૂંટણી યોજવામાં આવનાર છે. આથી સામાન્ય ચૂંટણીવાળા ગામોમાં સરપચં તેમજ સભ્યોમાં ઉમેદવારી કોર્ન ભરવા માટે ઉમેદવારોનો ધસારો રહેવાની શકયતા રહેલી છે. તેવી રીતે પેટા ચૂંટણીમાં પણ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ટેકેદારો સાથે ઉમેદવારો તાલુકા પંચાયતમાં હાજર રહેવાથી કામગીરીનો ધસારો રહેશે.
જોકે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાય સરકારના સમરસ ગામ યોજનાની અમલી કરવા માટે ગ્રામ પંચાયત સમરસ થાય તે દિશામાં રાજકીય પક્ષો દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે કેટલા ગામો સમરસ થાય છે.ફોર્મ ભરવાનો છેલ્લ ો દિવસ હોવાથી ઉમેદવારોનો ધસારો રહેશે.
આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે અને તારીખ ૧૧ મી ઉમેદવારી પત્ર પાછા ખેંચશે આ તમામ ગ્રામ પંચાયતો માટે ૨૨ મી જુનના રોજ મતદાન યોજાશે સવારે સાત થી સાંજના છ દરમિયાન મતદાન થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech