જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રહીશ ધીરુભાઈ વિઠ્ઠલભાઈ સીતાપરા નામના ૫૫ વર્ષના કોળી આધેડ ગઈકાલે સોમવારે સાંજના સમયે તેમના મોટરસાયકલ પર તેમના ધર્મપત્ની ટયમુબેન ઉર્ફે કસ્તુરબેન ધીરુભાઈ સીતાપરા (ઉ.વ. ૫૦) ને સાથે લઈને જઈ રહ્યા હતા, ત્યારે ભાણવડ નજીકના વાનાવડ ગામના પાટીયા નજીક પહોંચતા મોટરસાયકલના ટાયરમાંથી હવા નીકળી જતા પાછળ બેઠેલા ટયમુબેન ઉર્ફે કસ્તુરબેન સીતાપરા ફંગોળાઈ ગયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ ધીરુભાઈ સીતાપરાએ ભાણવડ પોલીસને જાણ કરી છે.
***
અજાણ્યા કાર ચાલકે ઠોકરે લેતાં સતાપરના યુવાન ઈજાગ્રસ્ત
કલ્યાણપુરથી આશરે ૧૬ કિલોમીટર દૂર ભાટીયા - હર્ષદ રોડ પર પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા બોલેરો વાહનના ચાલકે મેરગભાઈ ધરણાંતભાઈ માડમ નામના ૪૨ વર્ષના યુવાનને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થતાં આ અંગે મેરગભાઈના પિતરાઈ ભાઈ રાજશીભાઈ લખમણભાઈ માડમ (ઉ.વ. ૪૪, રહે. સતાપર)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસ મથકમાં અજાણ્યા બોલેરો વાહન ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
***
કાલાવડમાં બાઇકની ટકકરમાં દંપતિને ઇજા: અજાણ્યા બાઇકચાલક સામે પોલીસ ફરીયાદ
કાલાવડ-જામનગર રોડ પર બાઇકની ટકકરમાં દંપતિને શરીરે ઇજા પહોચી હતી, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા, બનાવ અંગે અજાણ્યા બાઇકચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
કાલાવડના ખરેડી ગામ સરકારી દવાખાના પાછળ રહેતા ગુલાબ હીરાભાઇ બગડા (ઉ.વ.૩૧) તથા તેમના પત્ની સાધનાબેન સાથે જયુપીટર મોટરસાયકલ લઇને તા. ૩ બપોરના સુમારે કાલાવડ હેલીપેડ સોસાયટીથી પોતાના ગામ ખરેડી જતા હતા ત્યારે જામનગર કાલાવડ રોડ ટી સ્ટોલ પાસે પહોચતા એક અજાણ્યા સિલ્વર કલરની મોટરસાયકલના ચાલકે પોતાનું બાઇક બેફીકરાઇ અને પુરઝડપે ચલાવીને જયુપીટર સાથે ભટકાડયુ હતું.
આ અકસ્માતમાં ફરીયાદીને માથા અને ઝડબાના ભાગે ગંભીર ઇજા થઇ હતી તેમજ ફરીયાદીના પત્નીને હાથમાં ફ્રેકચર થયુ હતું અકસ્માત સર્જી ચાલક નાશી છુટયો હતો. દરમ્યાનમાં ગુલાબભાઇ દ્વારા અજાણ્યા બાઇક ચાલક સામે ટાઉન પોલીસમાં ગઇકાલે ફરીયાદ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech