ફિલરમેન તરીકે નોકરીમાં રહેલા બે રાજસ્થાની શખ્સો વેપારની રકમ ઉઘરાવ્યા પછી હિસાબ આપ્યા વિના ભાગી છૂટ્યા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે આવેલા એક પેટ્રોલ પંપમાં હંગામી ધોરણે ફીલર તરીકે નોકરીમાં રહેલા બે શખ્સોએ પેટ્રોલ-ડીઝલના હિસાબ ની ૫૯,૯૮૧ ની રોકડ રકમ ગ્રાહકો પાસે ઉઘરાવ્યા પછી તે જમા નહીં કરાવી બારોબાર બાગી છૂટ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ બંને શખ્સોને શોધી રહી છે.
આ ફરિયાદ ના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતા અને નિકાવા રોડ પર પેટ્રોલ પંપ ધરાવતા કરમણભાઇ દેવજીભાઈ ગોરસીયા નામના પેટ્રોલ પંપ સંચાલકે પોતાના પેટ્રોલ પંપમાં ફિલર તરીકે હંગામી ધોરણે નોકરી પર રહેલા રાજસ્થાનના વિરેન્દ્ર સિંહ હમીરસિંહ અને તેના મિત્ર દીપક સામે રૂપિયા ૫૯,૯૮૧ ની રકમ ઓળવી જવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને શખ્સ ફિલર તરીકે નોકરી કરવા માટે જોડાયા હતા, અને તેઓએ જુદા જુદા ગ્રાહકો પાસેથી ૫૯,૯૮૧ ની રોકડ રકમ ઉઘરાવ્યા પછી પેટ્રોલ પંપમાં જમા નહીં કરાવી બારોબાર ભાગી છૂટ્યા હતા. જેથી બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઈ છે. જે આરોપીઓને કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઇ વી.એ.પરમાર અને તેઓની ટીમ શોધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech