બાબરામાં કથિત પત્રકારની આવારાગીરી સામે આવી છે, તબીબના ઘરમાં ઘુસી પત્નીની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો, મહિલાએ પ્રતિકાર કરતા બાજુના બિલ્ડિંગની આગાસીએ ચઢી બિભિત્સ ગીતો ગાઈને તું ઘરમાં એકલી જ છો, મને અંદર આવવા દે કહી બિભિત્સ માંગણી કરી હતી. જો આમ નહીં કરવા દે તો હું પત્રકાર છું તારા ખરાબ વિડીયો બનાવની સમાજમાં બદનામ કરી દઈશ અને તારા પતિને શાંતિથી નોકરી નહીં કરવા દઉં તેવી ધમકીઓ આપતા મહિલાએ બાબરા પોલીસમાં કથિત પત્રકાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં બાબરામાં રહેતા આશિષ ઉર્ફે અપ્પુ ધીરૂભાઇ જોષીનું નામ આપ્યું છે, ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિ ડોક્ટર છે, ગઈકાલે હું અને અમારા સિક્યોરિટી અને તેની પત્ની ઘરે હતા ત્યારે આશિષ ઉર્ફે અપ્પુ જોશી ઘરે આવ્યો હતો અને સિક્યોરિટીને કહ્યું હતું કેમ ચાલો અહીંથી નીકળો મારે મેડમને ઉપર મળવું છે. સિક્યોરિટીએ અંદર આવવાની ના પાડતા તેની સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો અને ઘરમાં ઘુસી મારી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. દરવાજો બંધ કરી દેતા આશિષ બાજુની બિલ્ડીંગની અગાસીએ ચઢી મારા નામ સાથે બિભિત્સ ગીતો ગાવા લાગ્યો હતો અને જોર જોરથી બૂમો પાડતો હતો કે, તું ઘરમાં એકલી છો, મને ખબર છે, તું મને અંદર આવવા નહીં દે તો હું પત્રકાર છું તારા વિડીયો બનાવી સમાજમાં બદનામ કરીશ કહી ધરાર સબંધ બાંધવાની માગણી કરી હતી. હું તારા પતિને પણ શાંતિથી નોકરી કરવા નહીં દઉં અને તું ઘરે એકલી હઈશ ત્યારે ગમે ત્યારે હું ઘરમાં આવી જઈશ તેવી ધમકીઓ આપતા મહિલાએ ડરીને પતિને ફોન કરતા આવી ગયા હતા. સમગ્ર બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો હતો.
મહિલાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ આશિષ મારા પતિનો મિત્ર હોવાથી ઘરે આવ જા કરતો હતો અને પતિનું શેર બજારમાં ખાતું ખોલાવી દેતા પારિવારિક સંબધો હતા પરંતુ આ સબંધનો ગેરલાભ ઉઠાવવા લાગતા તેની સાથે સબંધ ઓછો કરી નાખતા પાંચેક વર્ષ પહેલા મારા પતિ સાથે હોસ્પિટલમાં માથાકૂટ કરી હતી અને હોસ્પિટલના ખોટા વિડીયો ઉતારી ન્યુઝપેપરમાં આપવાનું કહી બ્લેક મેઈલ કરી રૂ.5 હજાર પડાવ્યા હતા. આ સમયે પતિએ બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આશિષ પત્રકાર તરીકે ખોટી રીતે દબાવી દમકાવી પૈસા પડાવતો હોય અને માથાભારે માણસ હોવાથી મારી અગાઉ પણ આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ડરથી પોલીસ ફરિયાદ કરી નહતી. પરંતુ તેનો અસહ્ય ત્રાસ વધતા અંતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કથિત આવારા પત્રકાર સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech