પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સુપ્રીમ કોર્ટના જજ યાહ્યા આફ્રિદીને પાકિસ્તાનના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા ગઈકાલ એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ કાર્યાલયની પ્રેસ વિંગે જણાવ્યું હતું કે આ નિમણૂક ત્રણ વર્ષના નિશ્ચિત સમયગાળા માટે છે અને 26 ઓક્ટોબર, 2024થી અમલમાં આવશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આ નિમણૂક બંધારણની કલમ 175 A (3), 177 અને 179 હેઠળ કરવામાં આવી છે." એવું પણ કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ 26 ઓક્ટોબરે જસ્ટિસ યાહ્યા આફ્રિદીને ચીફ જસ્ટિસ તરીકેના શપથ ગ્રહણને પણ મંજૂરી આપી દીધી છે. વડા પ્રધાન શેહબાઝ શરીફે સંસદીય સમિતિ દ્વારા નામાંકન બાદ રાષ્ટ્રપતિને નિમણૂક અંગેની ભલામણ મોકલ્યા પછી આ નિમણૂક કરવામાં આવી છે.
પહેલા કેવો નિયમ હતો, હવે શું?
અગાઉ પાકિસ્તાનના વર્તમાન મુખ્ય ન્યાયાધીશની નિવૃત્તિ બાદ સૌથી વરિષ્ઠ જજને આ પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું. જો કે, દેશની સંસદ દ્વારા રવિવારે કરાયેલા બંધારણીય સુધારાએ સંસદીય સમિતિને આ પદ માટે સર્વોચ્ચ અદાલતના ત્રણ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોમાંથી કોઈપણ એકને પસંદ કરવાનો અધિકાર આપ્યો છે.
કોણ છે યાહ્યા આફ્રિદી
જસ્ટિસ આફ્રિદીનો જન્મ 23 જાન્યુઆરી 1965ના રોજ ડેરા ઈસ્માઈલ ખાનમાં થયો હતો. તે કોહાટ સરહદી વિસ્તારમાં સ્થિત આફ્રિદી જાતિના છે. તે બાંદા ગામના રહેવાસી છે. તેમણે લાહોરની એચિસન કોલેજમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું અને સરકારી કોલેજ લાહોરમાંથી રાજકીય વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. બાદમાં પંજાબ યુનિવર્સિટી, લાહોરમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી.
નોંધનીય છે કે 59 વર્ષીય આફ્રિદીએ 1990 માં વકીલ તરીકે તેની કારકિર્દી શરૂ કરી હતી અને દેશના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પેશાવર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપ્યા પછી 2018 માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech